પ્રાપ્ત વિગતો મુજબ, ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુરક્ષાને લઈને એક અગત્યનો અને મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. સોમનાથ આવતા યાત્રિકો અને પ્રવાસીઓ દરિયામાં ન્હાવાની મોજ લેતા હોય છે, પરંતુ વખતો વખત સોમનાથના દરિયામાં સર્જાયેલા અકસ્માતોને લઈને કેટલાક યાત્રિકો અને પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા.
ત્યારે આ વખતે પણ હવે ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીં આવતા યાત્રિકો અને પ્રવાસીઓ માટે સોમનાથના દરિયામા ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સોમનાથ બીચ પર ૧૪૪ની ધારા લાગુ કરવામાં આવી છે. સોમનાથના દરિયામાં વિસ્તારમના ધારા 144 લાગુ કરવા પાછળનું કારણ ગત વર્ષ દરમિયાન બનેલા અકસ્માતના બનાવો છે.
છેલ્લા કેટલાય વર્ષથી ચોમાસા દરમિયાન અહીં આવતા યાત્રિકો દરિયામાં ડૂબી જવાને કારણે મોતને ભેટે છે, ત્યારે તંત્ર દ્વારા આવા અકસ્માતો નિવારવા માટે તેમજ યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે, તે તેમના વતન કે ઘર તરફ ક્ષેમ કુશળ પરત ફરે તેને લઈને સમગ્ર સોમનાથ બીચ પર ધારા 144 લાગુ કરીને સોમનાથના દરિયામાં ન્હાવા પર આજ એટલે કે રવિવારથી સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. જેનો કડક અમલ કરાવવા માટે આ વિસ્તારમાં SRPના જવાનો સ્થાનિક પોલીસ અને અન્ય સુરક્ષા દળોને પણ તૈનાત કરી દેવામાં આવ્યાં છે.