ETV Bharat / state

World lion Day 2023: સાસણ ગીરમાં સિંહોનું કરાઈ રહ્યું છે સઘન સંરક્ષણ

વર્ષ 1911માં સિંહોને સુરક્ષિત કરવાના પ્રોજેક્ટની સૌપ્રથમ વખત શરૂઆત કરનાર જૂનાગઢના નવાબ હતા. ત્યારબાદ સિંહોની સંતતિને સતત વધારવા માટે રાજ્યનો વનવિભાગ સતર્ક બન્યો અને દિવસે ને દિવસે સિંહોની સુરક્ષા અને જંગલ વિસ્તારને નુકસાન જેવી ઘટનાઓ ખૂબ જ ઓછી બનતા આજે ગીરમાં સિંહોની સંખ્યા અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ જોવા મળી રહી છે. વાંચો સિંહ સંરક્ષણને વિસ્તારપૂર્વક

સિંહ માટે જળાશયોની સગવડ
સિંહ માટે જળાશયોની સગવડ
author img

By

Published : Aug 10, 2023, 2:01 PM IST

ગીર સોમનાથ: ગીરમાં નવાબી કાળથી જ સિંહના સંવર્ધન અને સિંહોના શિકાર પર પ્રતિબંધ સહિત આકરી સજા ફટકારવાની શરૂઆત થતા આજે એશિયામાં એક માત્ર ગીરમાં સિંહનું અંતિમ નિવાસ્થાન માનવામાં આવી રહ્યું છે. ગીરમાં જોવા મળતા સિંહ અહીં કુદરતી રીતે અનુકુળ એવા જંગલોમાં ભયમુકત બનીને વિહાર કરી રહ્યા છે.

સિંહની સંતતિ વધી રહી છે
સિંહની સંતતિ વધી રહી છે

સંરક્ષણને પરિણામે વધી સિંહની સંખ્યા: એક સમયે ગિરના જંગલોમાં પણ સિંહનું અસ્તિત્વ સંકટમાં હતું. 1910 અને 1911માં ગીર વિસ્તારમાં બે આંકડામાં કહી શકાય તેટલા જ સિંહો જોવા મળતા હતા. તેથી જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો. આમ એક રીતે કહીએ તો વર્ષ 1911માં સિંહોને સુરક્ષિત કરવાના પ્રોજેક્ટની સૌપ્રથમ વખત શરૂઆત જૂનાગઢના નવાબે કરી. ત્યારબાદ સિંહોની સંતતિને સતત વધારવા માટે રાજ્યનો વનવિભાગ સતર્ક બન્યો અને દિવસે ને દિવસે સિંહોની સુરક્ષામાં વધારો થયો. પરિણામે ગીરમાં સિંહોની સંખ્યા વધી રહી છે. આજે 674 જેટલા સિંહો ગીરના જંગલમાંઆ વસવાટ કરી રહ્યા છે.

આ જંગલ મારૂ છે
આ જંગલ મારૂ છે

ફોરેસ્ટ કંજરવેશન પણ અગત્યનું: સિંહોની સંતતિ સતત વધવા પાછળ જંગલ વિસ્તારના conservationને પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. વર્ષ 1990માં 300 ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા જ્યારે વર્ષ 2020માં 30,000 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 674 જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે. આ સફર વર્ષ 1911થી શરૂ થઈ હતી અને આજે 2020માં ખૂબ સારા પરિણામો સાથે વધુ આગળ વધી રહી છે. એક સમયે માત્ર ગીર વિસ્તારમાં જોવા મળતા જંગલના રાજાનો વિસ્તાર ખૂબ જ વ્યાપક બન્યો છે. સિંહો આજે સૌરાષ્ટ્રના 9 જીલ્લાના 53 તાલુકાઓમાં જોવા મળી રહ્યા છે. આટલી મોટી સફળતા ગીરમાં વસતા માલધારીઓને પણ જાય છે. વન વિભાગ દ્વારા સિંહોના ખોરાક-પાણી અને સુરક્ષાને લઇને કેટલીક સચોટ કામગીરી કરવામાં આવી રહી છે.

મુકતમને વિહરતી સિંહણ
મુકતમને વિહરતી સિંહણ

દર વર્ષે 6 લાખ પ્રવાસીઓ: ગીરમાં સિંહોનું સતત સંવર્ધન તેમજ જંગલ વિસ્તારના નિકંદન પર પ્રતિબંધને પરિણામે આજે ગીર વિસ્તારમાં સાવજો મુક્તમને પોતાની પેઢી આગળ વધારી રહ્યા છે. વર્ષ ૧૯૬૫માં સાસણ ખાતે પ્રવાસીઓ માટે સિંહ દર્શનની શરૂઆત કરવામાં આવી. એશિયામાં જોવા મળતા સિંહોને જંગલમાં મુક્ત હરતા ફરતા જોવા માટે પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે. આજે પ્રતિવર્ષ છ લાખ જેટલા પ્રવાસીઓ સિંહદર્શન માટે આવી રહ્યા છે. સિંહને નજીકથી જોવાના રોમાંચ અને ઉત્સાહને પરિણામે સાસણ સિવાય દેવડીયા આંબરડી અને ગીરનાર નેચર સફારીની શરૂઆત વનવિભાગ દ્વારા કરવામાં આવી છે.

દર 5 વર્ષે સિંહોની સંખ્યામાં 20% વૃદ્ધિ: ગીરના જંગલમાં જોવા મળતા સિંહોનું સતત સંરક્ષણ થતું હોવા છતાં પ્રતિવર્ષ 120 જેટલા સિંહો મૃત્યુ પામે છે. જેમાં કેટલાક સિંહો વૃદ્ધ થવાને કારણે, કેટલાક સિંહો બીમારીને કારણે અને કેટલાક સિંહો અકસ્માતમાં પણ મોતને ભેટે છે. પ્રતિવર્ષ ગીરમાં 120 જેટલા સિંહોના મોત થતાં હોવા છતાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યામાં 20 થી લઈને 30 ટકા સુધીનો વધારો પણ જોવા મળી રહ્યો છે. સિંહોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારા પાછળનું અન્ય એક કારણ જંગલ વિસ્તારના વધારાને પણ ગણી શકાય. આજે જંગલનો રાજા બૃહદ ગીરથી લઈને પોરબંદર અને ચોટીલા સુધીની સફર માણી ચૂક્યો છે.

લાયન સફારીથી 11 કરોડની આવક: સાસણ સહિત દેવળીયા આંબરડી અને ગિરનાર નેચર સફારીથી પ્રવાસીઓ આકર્ષિત થઇ રહ્યા છે. સિંહ દર્શન માટે સૌથી જૂનું અને પ્રવાસીઓને આકર્ષિત કરતા સાસણ સિંહ દર્શન ખાતે એક વર્ષમાં અંદાજીત ૬ લાખ પ્રવાસીઓ સિંહોને જોવા માટે આવતા હોય છે. જેના દ્વારા વન વિભાગને પ્રતિવર્ષ રૂપિયા 11 કરોડ કરતાં વધુની આવક થાય છે. વન વિભાગને થયેલી આવકનો ખર્ચ ગીર વિસ્તારના સિંહોના સંવર્ધન અને સુરક્ષા પાછળ કરવામાં આવે છે. સિંહોની સુરક્ષા આજે આધુનિક ઢબે પણ થઈ રહી છે જેમાં રેડિયો કોલર, જીપીએસ અને સીસીટીવીના માધ્યમથી પણ સિંહોની અવર-જવર અને તેને કરવામાં આવતી સતામણી પર બાજનજર રાખવામાં આવી રહી છે.

  1. Gir Lion Migration: ગોંડલ-જેતપુર પંથકમાં પહોંચી ગયેલા ગીરના સિંહોને વન વિભાગ દ્વારા પાંજરે પુરાયા
  2. Gir National Park : જંગલનો રાજા તરસ છુપાવતો કેમેરામાં થયો કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.