ગીરસોમનાથ: ઈણાજ મોડેલ સ્કુલની પાછળના વિસ્તારમાં આવેલ ગીર સોમનાથ જિલ્લાની RTO કચેરીનું તારીખ 20-06-2020ના રોજ સવારે 11.30 કલાકે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોકાર્પણ કરવામાં આવશે. રૂા.470.12 લાખના ખર્ચે તૈયાર થયેલ RTO કચેરીના લોકાર્પણ પ્રસંગે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી રહેવ, જિલ્લા પોલીસ વડા અને મહાનુભાવો સહભાગી થશે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગર ખાતેથી RTO કચેરીનું ઈ-લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.
વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગર દ્રારા RTO કચેરી ગીર સોમનાથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કચેરી 1497 ચો.મીટરના વિસ્તારમાં તૈયાર કરી ગ્રાઉન્ડ ફ્લોર, ફસ્ટ ફ્લોર અને ટેરેસ ફ્લોર બનાવવામાં આવેલ છે. તેમજ અધતન ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ પર ટુ વ્હિલર, એલએમવી માટે ટેસ્ટની સુવિધા, ટ્રાન્સપોર્ટ વાહનો માટે આધુનિક મશીન દ્રારા તપાસણી કરી ફિટનેશ કરી શકાય, તેવુ આધુનિક ફીટનેસ સેન્ટર સહિતની સવલત ઉપલબ્ધ કરવામાં આવી છે.