ગીર-સોમનાથ જિલ્લાની રચના થયાના 6 વર્ષ બાદ પણ જીલ્લાની અંદર સહકારી દૂધ ઉત્પાદક સંઘના અભાવના કારણે પશુપાલકોએ પોતાના પશુઓના દૂધને ખાનગી ડેરીઓ અથવા મન મનાવીને છુટક ગ્રાહકોને વેચવાની ફરજ પડતી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક ડેરીઓના અગ્રણીઓના સમૂહને ગીર-સોમનાથ કનૈયા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકેની માન્યતા આપી છે.
આ સંઘની પ્રથમ બેઠક મળી હતી. ત્યારે તેમાં જણાવવામાં આવ્યું કનૈયા સહકારી દૂધ ઉત્પાદક સંઘની અધ્યક્ષતા ગુજરાત રાજ્ય બીજ નિગમ ચેરમેન રાજસીભાઈ જોટવાએ કરી હતી.
તેમજ દૂધ ઉત્પાદક સંઘની પ્રથમ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સંઘની પ્રાથમિકતા સામાન્ય વર્ગના પશુપાલકો અને વિશેષ કરીને બહેનો કે, જે પશુપાલન કરે છે. તેમને યોગ્ય પોષણક્ષમ ભાવ મળે તેમજ શુદ્ધ દૂધનો વ્યાપાર થઈ શકે તેવી રહેશે.