ગીર સોમનાથ: એકતરફ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો વધતો જતો આંકડો પણ ભારે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે લોકો ભીડવાળી જગ્યા પર આવવાનું ટાળતા હોય છે. જેના લીધે સોમનાથમાં પણ આજે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.
બહારથી આવનારા ભક્તોને સોમનાથ ટ્રસ્ટના નિયમો મુજબ પાસ કાઢવાની પ્રક્રીયા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન, સેનેટાઈઝ ટનલમાંથી પસાર થવાનું તેમજ એક કલાકમાં અંદાજીત 200 ભાવિકોને દર્શનનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા હાલના કોરોનાની મહામારી વચ્ચે ગોઠવવામાં આવી છે. ભાવિકો પણ ટ્રસ્ટના તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન કરી રહ્યાં છે.
કોડીનારથી આવેલા ભાવિકે સોમનાથ મહાદેવને આજે વિશ્વકલ્યાણ માટે અને દેશના ગૃહપ્રધાન અમિત શાહને પણ કોરના પોઝિટિવ કેસ નોંધાયો છે તેના સારા સ્વાસ્થ માટે પણ ભાવિકોએ પ્રાર્થના કરી હતી.