- ગીર સોમનાથ પોલીસવડાને ટોપ 50 સુકાનીમાં સ્થાન મળ્યું
- ફેમ ઇન્ડીયા મેગેઝીનના સર્વેમાં 12 માપદંડોના આધારે પસંદગી કરી સ્થાન અપાયું
- ગીર સોમનાથનાં SP રાહુલ ત્રિપાઠીનો સમાવેશ થતા ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ સમાન
ગીર સોમનાથ: ફેમ ઇન્ડિયા મેગેઝીન દ્વારા દેશભરમાંથી ઉત્કૃષ્ઠ કાર્યદક્ષ પોલીસ સુકાનીઓનો સર્વે કરવામાં આવેલો હતો. જેમાં, મેગેઝીનમાં 12 માપદંડના આધારે દેશભરમાંથી 50 પોલીસ સુકાનીની પસંદગી કરવામાં આવેલી હતી. જેમાં, ગુજરાત રાજ્યમાંથી 3 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં, ગીર સોમનાથ જિલ્લાના પોલીસવડા રાહુલ ત્રિપાઠીનો પણ સમાવેશ થતા આ વિસ્તાર માટે ગૌરવપૂર્ણ બાબત છે. ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ, સોમનાથ મંદિરના દર્શને આવતા અનેક VVIP પ્રોટોકોલનું સુચારૂ નેતૃત્વ અને Z+ સુરક્ષા ધરાવતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની ઉમદા સુરક્ષા વ્યવસ્થા જેવા અનેક કાર્યોને ધ્યાને લઇને મેગેઝીન દ્વારા તેઓનો દેશના 50 ઉત્કૃષ્ટ પોલીસ સુકાનીમાં સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો: ગીર-સોમનાથના કોરોના કામગીરીને લઇને વહીવટી તંત્રની બેઠક યોજાઇ
ગીર સોમનાથના પોલીસવડા રાહુલ ત્રિપાઠીનો સમાવેશ
ફેમ ઇન્ડિયા દ્વારા ગુન્હાખોરી નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થામાં સુધારો, લોકો માટે મૈત્રીભાવ, દુરદર્શીતા, ઉત્કૃષ્ટ વિચારશક્તિ, જવાબદાર કાર્યશૈલી, ત્વરિત નિર્ણય શક્તિ, સજાગતા, વ્યવહાર કુશળતા જેવા માપદંડોના આધારે દેશભરમાંથી સર્વે કરવામાં આવેલ હતો. જેના સચોટ સર્વેને આધારે દેશભરમાંથી 2021ની સાલ માટે 50 ઉત્કૃષ્ટ પોલીસ સુકાનીઓની સૂચિ તૈયાર કરવામાં આવી છે. જેમાં, ગીર સોમનાથ જિલ્લાના પોલીસવડા રાહુલ ત્રિપાઠીનો પણ સમાવેશ થતા આ વિસ્તાર માટે ગૌરવપૂર્ણ બાબત છે.
આ પણ વાંચો: ગીર સોમનાથ જિલ્લાના 3 તાલુકાને પાણી પુરૂ પાડવા માટે રૂપિયા 240 લાખ મંજુર