ETV Bharat / state

Gir Somnath Crime : જસાપુર ગામના સ્મશાનમાં મળેલા યુવકનો મૃતદેહનો કેસ ઉકેલાયો, મિત્ર એ મિત્રની કરી હત્યા - Friend killed friend in Jasapur village

ગીર સોમનાથના જસાપુર ગામના હિન્દુ સ્મશાનમાં મળેલા મૃતદેહ મામલાનો કેસ ઉકેલાયો છે. મૃતક યુવકની તેના મિત્ર દ્વારા પૈસાની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી હતી. સ્મશાનમાં પહોંચીને હત્યા કરીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે આરોપીને પોલીસે બે દિવસમાં પકડી પાડ્યો છે.

Gir Somnath Crime : જસાપુર ગામના સ્મશાનમાં મળેલા યુવકનો મૃતદેહનો કેસ ઉકેલાયો, મિત્ર એ મિત્રની કરી હત્યા

author img

By

Published : Jul 6, 2023, 3:13 PM IST

ગીર સોમનાથ : ગત 4 તારીખે તાલાલાના જસાપુર ગામના હિન્દુ સ્મશાનમાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે કેસને લઈને પોલીસને આજે મહત્વની સફળતા મળી છે. મૃતકનું નામ અક્રમ છે, અક્રમની હત્યા જૂનાગઢના તેના મિત્ર રાકેશ ચૌહાણ દ્વારા ફરવા જવાના પૈસાને મામલે કરવામાં આવી હતી તેવો ખુલાસો સામે આવ્યો છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા રાકેશ ચૌહાણની હત્યાના ગુનામાં અટકાયત કરવામાં આવી છે.

બંને છેલ્લા કેટલાક સમયથી મિત્રતાના સંબંધથી જોડાયા હતા, પરંતુ અચાનક 4 તારીખના દિવસે બંને મિત્રો સાસણ વિસ્તારમાં ફરતા ફરતા પૈસાની લેતીદેતીના મામલાને લઈને ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાટમાં જ રાકેશ ચૌહાણે અક્રમને બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેની કબૂલાત આરોપી રાકેશ ચૌહાણે પોલીસ સમક્ષ કરી છે. - (ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક)

શું હતો સમગ્ર મામલો : મૃતક અક્રમ અને તેનો જૂનાગઢનો મિત્ર રાકેશ ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી મિત્રતાના સંબંધથી જોડાયા હતા. જે કારણે અક્રમે રાકેશ ચૌહાણને સાસણ ફરવા આવવાનું આમંત્રણ આપ્યું હતું, ત્યારે બંને મિત્રો બાઈક પર બે દિવસ સુધી સાસણ અને આસપાસના વિસ્તારોમાં ફરતા હતા, ત્યારે અચાનક જસાપુર ગામમાં તેમનું બાઇક ખરાબ થઈ જતાં તેને રીપેરીંગ કરવાના પૈસાને લઈને બંને યુવકોમાં ઝઘડો થયો હતો. ઝઘડતા ઝઘડતા બંને યુવાનો જસાપુર ગામના હિન્દુ સ્મશાનમાં પહોંચી ગયા જ્યાં ઉશ્કેરાટથી રાકેશ ચૌહાણે અક્રમ પર બોથળ પદાર્થોના ફટકા કરીને તેને સ્મશાનમાં જ મોતને ઘાટ ઉતારી અહીંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ આજે તે સોમનાથ પોલીસના હાથે પકડાઈ ગયો છે.

  1. Ahmedabad Crime : રક્તરંજિત અમરાઈવાડી, જૂની અદાવતમાં મિત્ર દ્વારા મિત્રની હત્યાની જાણો સમગ્ર ઘટના
  2. Rajkot Crime: રાજકોટમાં 13 વર્ષની તરુણીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપી ઝડપાયો
  3. Ahmedabad Crime: લારી પર જમવા બાબતે થઈ બોલાચાલી, માથા ફરેલાઓએ યુવકની હત્યા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.