ETV Bharat / state

તૌકતે વાવાઝોડાના સંભવિત પડકારને પહોંચી વળવા ગીર-સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ - Cyclone in Gujarat

રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડા સંકટ સામે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજે ગીર-સોમનાથ ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહી જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

તૌકતે વાવાઝોડાના સંભવિત પડકારને પહોંચી વળવા ગીર-સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

author img

By

Published : May 17, 2021, 4:22 PM IST

  • શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી, કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી
  • કોરોનાગ્રસ્ત દર્દીઓની સાવચેતી અને સલામતીને પ્રાથમિકતા આપવા સુચના આપી
  • વાવાઝોડાની સ્થિતિમાં વીજળી ખોરવાતા સમયે પુર્વ તૈયારીની પણ જાણકારી મેળવી હતી

ગીર સોમનાથઃ રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડા સંકટ સામે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજે ગીર-સોમનાથ ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહી જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તૌકતે વાવાઝોડાની અસરથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો માટે બચાવ કામગીરીની વિગતો પણ મેળવી હતી.

તૌકતે વાવાઝોડાના સંભવિત પડકારને પહોંચી વળવા ગીર-સોમનાથ જિલ્લાનું વહિવટીતંત્ર સંપૂર્ણ સજ્જ

આ પણ વાંચોઃ માળિયાના જુમાવાડી વિસ્તારમાં 800 લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડાયા

તમામ વ્યક્તિઓને શાળાઓ ઉપરાંત અન્ય સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે

ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠકમાં કલેક્ટર અજય પ્રકાશ દ્વારા લેવામાં આવેલા પગલાની વિગતવાર જાણકારી આપતા શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની તમામ વ્યક્તિઓને શાળાઓ ઉપરાંત અન્ય સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

તૌકતે વાવાઝોડાના સંભવિત પડકારને પહોંચી વળવા ગીર-સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

હોસ્પિટલોમાં જનરેટર અને ઇનવેટરની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું

આ બેઠકમાં શિક્ષણ પ્રધાને કોરોનાગ્રસ્ત દર્દીઓની સાવચેતી અને સલામતીને પ્રાથમિકતા આપવા વહીવટી તંત્રને ખાસ જણાવ્યું હતું. તેમજ વાવાઝોડાની સ્થિતિમાં વીજળી ખોરવાતા સમયે પુર્વ તૈયારીની પણ જાણકારી મેળવી હતી. તેમજ હોસ્પિટલોમાં જનરેટર અને ઇનવેટરની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.

સમગ્ર જિલ્લામાં NDRFની ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં બચાવ રાહત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી. સમગ્ર જિલ્લામાં NDRFની ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી ઉના, સુત્રાપાડા અને વેરાવળ ખાતે આ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. અસરગ્રસ્તો માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગામોમાં પાણી પૂરવઠાની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે

તમામ ગામોમાં પાણી પૂરવઠાની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે જાહેરમાર્ગો પર વૃક્ષો પડી જાય તેવા સંજોગોમાં વાહન વ્યવહાર ન અટકે તે માટે માર્ગ-મકાન વિભાગ અને વન વિભાગ દ્વારા વૃક્ષો ખસેડીને રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને કારણે ખેતીના પાકને નુકસાન ન થાય તે માટે કૃષિ હવામાન વિભાગે ખેડૂતોને આપી સલાહ

આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ બેઠકમાં સંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય ભગાભાઇ બારડ, પૂર્વ પ્રધાન જશાભાઇ બારડ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખટાલે, અધિક કલેક્ટર એસ.જે.ખાચર, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંગભાઇ પરમાર, સહિત સબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.