ETV Bharat / state

Gir Mango: વાતાવરણની પ્રતિકૂળતા કેરીની મીઠાશ પર, ઉત્પાદન ઘટવાની સાથે ભાવમાં વધારાની શક્યતા

ગીરની કેસર કેરી વાતાવરણની પ્રતિકૂળતા સહન કરી રહી છે. ત્યારે ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો આ વર્ષે કેરી ઉત્પાદનમાં 15થી 20 ટકા જેટલો ઘટાડો નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ કારણે કેરીના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

Gir Mango Price : વાતાવરણની પ્રતિકૂળતા કેરીની મીઠાશ પર, ઉત્પાદન ઘટવાની સાથે ભાવમાં વધારાની શક્યતા

author img

By

Published : Mar 16, 2023, 6:54 PM IST

રીના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા

ગીર: ગીરની કેસર કેરી પાછલા કેટલાક વર્ષોથી સતત વાતાવરણની પ્રતિકૂળતાનો અમાનુષી શિકાર બની રહી છે આ વર્ષે પણ ગીરની કેસર કેરીના ઉત્પાદન પર કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળે છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો પણ આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 15થી 20 ટકા જેટલો ઘટાડો નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. જેને કારણે કેરીના બજાર ભાવોમાં અચોક્કસ ઉછાળો જોવા મળી શકે છે.

વાતાવરણની પ્રતિકૂળતા કેરીની મીઠાશ પર ગીરની કેસર કેરી પાછલા કેટલાક વર્ષોથી વાતાવરણની પ્રતિકૂળતાનો શિકાર બની રહી છે. આ વર્ષે પણ કેસર કેરીના ઉત્પાદન પર કમોસમી વરસાદ શિયાળા અને ઉનાળા દરમિયાન ગરમી અને ઠંડીનું વાતાવરણ તેમજ સતત વાદળછાયા વાતાવરણની વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં ફરી એક વખત કેરીના ઉત્પાદન પર માઠી અસરો સર્જાઈ શકવાની ભીતિ ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી ગીરની કેસર કેરી વાતાવરણની પ્રતિકૂળતાનો અમાનુશી શિકાર બની રહી છે. જે કારમી હકીકત આ વર્ષે પણ સામે આવી રહી છે જેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

આ પણ વાંચો Amreli News: કેરીના ચાહકો માટે સારા સમાચાર, અમરેલીના આંબાઓ મુસ્કુરાયા મબલખ પાક આવવાના એંધાણ

ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન 20 ટકા ઘટી શકે ગત વર્ષની સરખામણીએ ફરી એક વખત કેસર કેરીના ઉત્પાદનમાં 15 થી લઈને 20 ટકા સુધીના ઘટાડાની શક્યતાઓ કૃષિ શાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે પણ કેરીમાં મોર આવવાનો સમયગાળો અને આવા સમયે ગરમીનું પ્રમાણ ભેજવાળી રાત્રી અને દિવસ દરમિયાન આકરી ગરમી આ ત્રણ મહત્વપૂર્ણ કારણોને લઈને કેરીનું ઉત્પાદન આ વર્ષે પણ સતત ઘટાડા તરફ આગળ વધી રહ્યું છે. પાછળના કેટલાક વર્ષોની સરખામણી આ વર્ષે હજુ પણ આંબામાં મોર આવવાની દેહધાર્મિક ક્રિયા શરૂ જોવા મળે છે જે પણ કેરીના ઉતારાને નુકસાનકારક બનાવી રહી છે.

આ પણ વાંચો લો બોલો, Z પ્લસ હોવા સુરક્ષા છતાં પણ લાખોમાં વેચાતી કેરીની થઈ ચોરી, જાણો પછી શું થયું

ઉત્પાદન ઘટવાની સાથે ભાવમાં પણ થશે વધારો જે રીતે વાતાવરણની પ્રતિકૂળતા સર્જાઈ રહી છે તેને કારણે પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 15 થી લઈને 20 ટકા સુધીનો ઘટાડો નોંધાય શકે છે. જેને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિ 10 કિલો કેસર કેરીના ભાવોમાં 200 થી લઈને 500 રુપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે. આ ભાવ વધારો સારી અને ગુણવત્તાવાળી કેસર કેરી પર ચોક્કસપણે જોવા મળશે. પાછલા દસેક વર્ષમાં વાતાવરણની પ્રતિકૂળતાને કારણે કેરીમાં અનિશ્ચિત વાતાવરણ સર્જાઇ રહ્યું છે. જેને કારણે પણ કેરીનુ ઉત્પાદન દર વર્ષે સતત ઘટી રહ્યું છે. જે ખૂબ મોટી ચિંતાનો વિષય છે. ગીરને કેસર કેરીના હબ તરીકે સમગ્ર વિશ્વમાં માનવામાં આવે છે ત્યારે સતત ઘટતું કેસર કેરીનું ઉત્પાદન કેરીના રસિકો માટે પણ માઠા સમાચાર લઈને આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.