ETV Bharat / state

ગીર સોમનાથમાં રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરાયું

author img

By

Published : Jun 15, 2020, 5:51 PM IST

ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉન બાદ સર્જાયેલી બેકારીની પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.

ગીરસોમનાથ
ગીરસોમનાથ

ગીર સોમનાથઃ જિલ્લામાં લોકડાઉન અને ત્યાર બાદ સર્જાયેલી બેકારીની પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરેલો છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાનાં કુલ 13971 NFSA અંતર્ગત અંત્યોદય કુટુંબો અગ્રતા ધરાવતા કુટુંબો અને 1268 નોન NFSA કાર્ડધારકો મળી કુલ 1,40,969 રેશન કાર્ડ ધારકોને આજે સોમવારથી વાજબી ભાવની દુકાનેથી AAY કુટુંબોને કાર્ડ દીઠ 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ ખાંડ-1 કિલો, 3થી વધુ વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ, કાર્ડ દીઠ 6 વ્યક્તિ સુધી 1કિલો મીઠુ 6થી વધુ વ્યક્તિ માટે 2 કિલો મીઠુ વિતરણ કરાશે.

અગ્રતા ધરાવતા કુટુંબો, NFSA/અને નોન NFSA માટે વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, કાર્ડદીઠ 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠુ વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ અંત્યોદય કુટુંબો અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખ્ખા, 1 કિલો તુવેરદાળ, ચણા વિતરણ કરવામાં આવશે.

વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અંત્યોદય કુટુંબો, અગ્રતા ધરાવતા કુટુંબો તથા નોનો NFSA, BPL કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવશે. ગરીબ કલ્યાણ અન્ન યોજના NFSA અને નોન NFSA, BPL કાર્ડ ધારકોને વ્યક્તિદિઠ ઘઉં 3.5 કિલોગ્રામ, ચોખા 1.5 કિલોગ્રામ અને ચણાદાળ 1 કિલોગ્રામ આપવામાં આવશે.

NFSA અને નોન NFSA, BPL ધારકોના રાશનકાર્ડનો છેલ્લો અંક-1 હોઇ 15 જૂન, છેલ્લો અંક-2 હોઇ 16 જૂન, છેલ્લો અંક-૩ હોઇ 17 જૂન, છેલ્લો અંક-4 હોઇ 18 જૂન, છેલ્લો અંક-5 હોઇ 19 જૂન, છેલ્લો અંક-6, હોઇ 20જૂન, છેલ્લો અંક-7 હોઇ 21 જૂન, છેલ્લો અંક-8 હોઇ છેલ્લો અંક-0 હોઇ 24 જૂન તે લોકોને અનાજન આપવામાં આવશે. પાત્રતા ધરાવતા બાકી રહી ગયેલા કાર્ડધારકોને 25 જૂનથી વહેલીતકે અનાજ મેળવી લેવાનું રહેશે અને આધારકાર્ડ ઓરીજનલ સાથે લાવવાનુ રહેશે.

આ સમગ્ર પ્રક્રિયામાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સહી કરવા માટે દરેક લાભાર્થીઓએ પેન સાથે રાખવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.