ETV Bharat / state

ગીર સોમનાથમાં કોરોનાનો પ્રથમ કેસ, જિલ્લામાં ખળભળાટ - First case of Corona in Gir Somnath

ગુજરાતમાં કોરોનાના કેસ 55ને પાર પહોંચ્યા હતા, પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટને બાદ કરતાં કોઇપણ જિલ્લામાં કોરોનાનો કોઈપણ કેસ નહોતો નોંધાયો. પણ આજે સાંજે ગીરસોમનાથમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો. આ તકે લોકડાઉનને હળવાશમાં લેનાર પ્રજાને કોરોનાના સાચા ભયથી સાક્ષાત્કાર થયો હતો.

ગીર સોમનાથ
ગીર સોમનાથ
author img

By

Published : Mar 28, 2020, 8:42 PM IST

ગીર સોમનાથ : સાઉદી અરેબિયા અને દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 65 વર્ષીય વૃદ્ધ જેઓ અંદાજે 20 દિવસ પેહલા વેરાવળ આવ્યા હતા. તેઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં પ્રથમ કેસ નોંધવા પામ્યો હતો.

ગીર સોમનાથમાં કોરોનાનો પ્રથમ કેસ, જિલ્લામાં ખળભળાટ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વ્યક્તિ પોતાનો પરિવાર અને ઘણાં ખરા પોતાના જાણીતા લોકો સાથે મળ્યો હતો, ત્યારે તેમના સંપર્કમાં આવેલા કોઈ વ્યક્તિને કોરોના હોઈ શકે તેમના રિપોર્ટ કરાવવા તંત્ર કામે લાગ્યું છે, ત્યારે દર્દીને હાલ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલા છે, ત્યારે લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.