- વેરાવળની 10 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ
- ફાયર વિભાગે હોસ્પિટલ્સમાં ચેકિંગ હાથ ધર્યું
- નગરપાલિકા, PIU, PWD, આરોગ્ય, ટાઉન પ્લાનર, PGVCLના અધિકારીઓએ ફાયર વિભાગની સાથે ચેકિંગ કર્યું
- તમામ હોસ્પિટલ્સમાં નાની મોટી બેદરકારી અને ક્ષતિઓ જણાતા તે 7 દિવસમાં પૂર્ણ કરવા તંત્રએ નોટિસ પાઠવી
ગીર સોમનાથઃ રાજ્યની કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટના ફરી બીજે ક્યાંય ન બને તે માટે જિલ્લામથક વેરાવળમાં કાર્યરત સરકારી સહિતની 10 કોવિડ હોસ્પિટલમાં તંત્રના જુદા-જુદા વિભાગોની ટીમના અધિકારીઓની સંયુક્ત ટીમે ફાયરસેફટીના નિયમો અંગેની વ્યવસ્થા અને સુવિધાઓના ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં તમામ કોવિડ હોસ્પિટલમાં નાનીથી લઈ મોટી ક્ષતિઓ સામે આવી હતી, જેથી 10 હોસ્પિટલોને ક્ષતિઓ 7 દિવસની અંદર દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે શહેરમાં અનેક કોવિડ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી
કોવિડ હોસ્પિટલ છતાં ફાયર સેફ્ટીનો અભાવ
વેરાવળમાં નગરપાલિકા, PIU, PWD, આરોગ્ય, ટાઉન પ્લાનર, PGVCLના અધિકારીઓએ ફાયર વિભાગની સાથે મળીને ચેકિંગ કર્યું હતું. આ ટીમે સરકારી કોવિડ હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, એકદંત હોસ્પિટલ, IG મેમોરિયલ હોસ્પિટલ, અલિફ હોસ્પિટલ, બેસ્ટ કેર હોસ્પિટલ, બિરલા કોવિડ કેર સેન્ટર, લાઈફલાઇન હોસ્પિટલ, ચગ હોસ્પીટલ, ડી. કે. બારડ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમોના પાલન બાબતે ચેકિંગ કર્યું હતું. હોસ્પિટલ્સમાં ઈલેક્ટ્રિક લોડ, વપરાશ, વાયરિંગ, ફાયર સેફ્ટીના સાધનો જેવી સુવિધાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તમામનો અભાવ હોવાથી 10 હોસ્પિટલ્સને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચોઃ મહેસાણા ફાયર ટીમને છેલ્લા બે મહિનામાં 71 ઇમરજન્સી, 38 આગના કોલ મળ્યા
તાપસના નામે તંત્રના નાટકો કરી રહી હોવાનું લોકોમાં ચર્ચા
વેરાવળ સહિત જિલ્લાભરમાં મંજૂરી અપાયેલી ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટી ઉપરાંત પણ કોવિડના નિયમોનું છડેચોક ઉલ્લઘંન થઇ રહ્યું છે. મોટા ભાગના હોસ્પિટલ સંચાલકો શરતોનું પાલન કરતા નથી. તો બીજી તરફ જવાબદાર તંત્ર પણ મુકપ્રેક્ષક બની આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કોવિડ હોસ્પિટલ્સમાં નીતિનિયમોનું ચુસ્તપણ પાલન કરાવે તે અનિવાર્ય છે. તંત્રને જાણ હોવા છતાં શા માટે આખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.