સોમનાથ: ઓરીસ્સાના વડીલો, વૃદ્ધો તેમજ યુવાનો સહીત 85 જેટલા યાત્રીકો ગુજરાતના દ્વારકા સોમનાથ સહીતની યાત્રાએ આવ્યા હતાં. જે વેરાવળ ખાનગી ઘર્મશાળામાં ઊતર્યા હતાં અને ઓચીંતા લોકડાઊનની જાહેરાત ના કારણે ટ્રેનો બંધ થઇ જતા તમામ યાત્રીકો પરેશાનીમાં મૂકાયા હતા.
આ તમામ યાત્રીકોએ જિલ્લા કલેક્ટરને પોતાની ચિંતા વર્ણવી હતી. જેથી કલેક્ટરે સોમનાથ ટ્રસ્ટને આ યાત્રીકો બાબતે જાણ કરતાં તમામને રહેવા માટે સાંસ્કૃતીક હોલ ફાળવી આપ્યો હતો. તૈયાર જમવાનું યાત્રિકોને અનૂકુળ ન આવતાં ટ્રસ્ટ દ્વારા ચોખા, લોટ, તેલ વગેરે રાશનનો જથ્થો વીનામૂલ્યે આપવામાં આવ્યો છે.
યાત્રિકોને રહેવા જમવાની કોઈ ચિંતા નથી. પણ ઓરીસ્સા પરત કયારે પહોંચશે તેની ભારે ચિંતા વ્યકત કરી રહ્યા છે.