- ગીરગઢડામાં સરકારી કોરોના હોસ્પિટલ શરૂ કરવા માંગ
- 22 બેડની કોરોના હોસ્પિટલ ફૂલ
- લોકોને પ્રાઇવેટ હોસ્પિટલના ખર્ચા લોકોને નથી પોસાતા
જૂનાગઢ: જિલ્લાના ગીરગઢડા તાલુકામાં કોરોનાનાં સંક્રમિત કેસો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલ 22 બેડની કોવીડ હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. વેરાવળની સરકારી હોસ્પીટલમાં જગ્યા ન હોય ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને સારવાર માટે ક્યા જાય તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.
આ પણ વાંચો : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોડીનારમાં 28 વેપારીઓને દંડ
ખાનગી હોસ્પિટલમાં 6000થી 19000 રૂપિયા ચાર્જ
આ હોસ્પીટલમાં કોવીડ સારવારનો પ્રતિદિવસ રૂપિયા 6000 થી શરૂ કરી રૂપિયા 19000 સુધીનો ચાર્જ લેવામાં આવે છે એવામાં ગરીબ અને મધ્યમ વર્ગને આ સારવાર પોસાય તેમ નથી. દવા તથા ઈન્જેકશનનો ખર્ચ અલગથી છે. ઉનાની સરકારી રેફરલ હોસ્પીટલમાં તથા ગીરગઢડાની સીએસસી હોસ્પીટલમાં વેંટીલેટર, ઓક્સીજન, ટેસ્ટ કીટ, તથા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવાની લેબોરેટરી સાથે તુરંત એમ.ડી. ડોકટર તથા ટ્રેન્ગ સ્ટાફની નિમણુંક કરી શરૂ કરવા માંગણી કરી છે.
આ પણ વાંચો : નાસિકમાં કોરોનાથી એક જ પરિવારના 5 સભ્યોનું મોત
વહેલી તકે હોસ્પિટલ શરૂ કરવા માગ
વહેલીતકે તુરંત કોવીડ કેર હોસ્પીટલ શરૂ કરાવી બન્ને તાલુકાની જનતાને કોરોનાંને કારણે મોતના મુખમાં જતા રોકવા માંગણી કરી છે. આ અંગે ધારાસભ્ય પુંજા ભાઈ વંશએ જણાવ્યું કે, જિલ્લા કલેકટ૨ સાથે આજે વાત થઈ છે. ટુંક સમયમાં ઉનામાં વધુ એક 25થી 30 બેડની સરકારી કોવીડ હોસ્પીટલ સુવીધા સાથે શરૂ કરવા ખાતરી આપી છે.