ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડુ નજીક, ગીર સોમનાથના મૂળ દ્વારકામાં સ્થળાંતર કામગીરી

બિપરજોય વાવાઝોડાનો ખતરો નજીક આવી ગયો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મૂળ દ્વારકા બંદર પર માછીમાર પરિવારોનું સ્થળાંતર શરૂ કરાયું છે. વાવાઝોડાની વાસ્તવિક પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. તેને ધ્યાને લઈને પોલીસ અને સ્થાનિક માછીમાર સમાજના અગ્રણીઓ દ્વારા સ્થળાંતર કામગીરી શરૂ કરાઈ છે.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડુ નજીક, ગીર સોમનાથના મૂળ દ્વારકામાં સ્થળાંતર કામગીરી
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડુ નજીક, ગીર સોમનાથના મૂળ દ્વારકામાં સ્થળાંતર કામગીરી
author img

By

Published : Jun 12, 2023, 8:11 PM IST

Updated : Jun 12, 2023, 9:19 PM IST

સ્થળાંતર કામગીરી શરૂ કરાઈ

ગીર સોમનાથ : બિપરજોય વાવાઝોડાનો ખતરો દિવસેને દિવસે આગળ વધી રહ્યો .છે વાવાઝોડું તેનો માર્ગ બદલતાં હવે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર ત્રાટકવાની ભારતીય હવામાન વિભાગે આશંકાઓ વ્યક્ત કરી છે. જેને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ દ્વારકા જામનગર પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે તકેદારી રાખવામાં આવી રહી છે.

મૂળ દ્વારકામાંથી માછીમાર પરિવારોનું સ્થળાંતર : આ તકેદારીના ભાગરુપે તેના ભાગરૂપે કોડીનાર નજીક આવેલું માધવડ બંદર કે જ્યાં માછીમાર સમાજની ખૂબ મોટી વસ્તી છે. સમગ્ર ગામ દરિયાના બિલકુલ કાંઠા પર વસેલું છે ત્યારે સંભવિત વાવાઝોડાને કારણે કોઈ મોટું નુકસાન ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા મૂળ દ્વારકા ગામમાંથી માછીમાર પરિવારોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવાની લઈને જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસની ટીમ પણ કામ કરી રહી છે. હાલ મૂળ દ્વારકા બંદરમાંથી 25 જેટલા પરિવારોનો કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને લઈને પણ વધુ પરિવારોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થશે તો જિલ્લા વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગ અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને લોકોને સ્થળાંતરિત કરીને સુરક્ષિત સેન્ટર હોમમાં મોકલી આપશે..મનોહરસિંહ જાડેજા(સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક )

કેટલા લોકો સ્થળાંતરિત કરાયાં : મૂળ દ્વારકા ગામના 25 કરતાં વધુ ઘરોના 100 કરતાં વધુ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આગામી દિવસોમાં હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર તેમજ ગામના પટેલો અને સામાજિક સંસ્થાઓના સહિયારા થકી કરવામાં આવશે.

આગામી 48 કલાક ખૂબ મહત્વના : ગઈકાલ કરતા આજની પરિસ્થિતિ એકદમ વિપરીત જોવા મળે છે અને ધીમે ધીમે વાતાવરણમાં સતત બદલાવ જોવા મળે છે. વાવાઝોડું જેમ જેમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક આવતું જાય છે તેમ તેમ ભારે પવનની સાથે દરિયામાં ખૂબ કરંટ જોવા મળે છે. જેને કારણે મૂળ દ્વારકા ગામના માછીમાર પરિવારોને સ્થળાંતરિત કરાઈ રહ્યા છે.

શેલ્ટર હોમ તૈયાર : મૂળ દ્વારકા ગામના પટેલો દ્વારા નજીકની પ્રાથમિક શાળા અને સમાજના કમ્યુનિટી હોલમાં શેલ્ટર હોમ તૈયાર કરીને સ્થળાંતરિત થયેલા તમામ લોકોને અહીં મોકલવામાં આવી રહ્યાં છે.બિપોરજોય વાવાઝોડું સંપૂર્ણપણે દરિયાઈ વિસ્તારમાંથી દૂર ન થઈ જાય ત્યાં સુધી તમામ લોકોને અહીં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીનું સંચાલન અને દેખરેખ સોમનાથ જિલ્લા પોલીસ અને મૂળ દ્વારકા ગામના માછીમાર સમાજના પટેલોના સંયુક્ત રાહબરી હેઠળ કરવામાં આવી રહ્યું છે.

100 કિમીની ઝડપે ફૂંકાઇ શકે પવન : જે રીતે ભારતીય હવામાન વિભાગે બિપરજોય વાવાઝોડાને લઈને તમામ શક્યતાઓ વ્યક્ત કરી છે તે મુજબ પહેલા વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાનું હતું. પરંતુ હવે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ખાસ કરીને કચ્છ જામનગર અને દ્વારકા વિસ્તારમાં ટકરાવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરી છે. જેને કારણે દરિયામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનની સાથે અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. આવી વિપરીત પરિસ્થિતિમાં ખાસ કરીને દરિયાકાંઠાના લોકોને ઓછી મુશ્કેલી પડે તે માટેનું આયોજન થઈ રહ્યું છે.

  1. Cyclone Biparjoy: કચ્છના દરિયાકાંઠાના 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ
  2. Cyclone Biparjoy Update: જામનગર જિલ્લામાં બિપરજોયની અસર જોવા મળી, વાતાવરણમાં આવ્યો પલટો
  3. Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયને લઈને PM મોદીની સમીક્ષા બેઠક, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ બંધ કરાશે

Last Updated : Jun 12, 2023, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.