ETV Bharat / state

વેરાવળમાં 300 જેટલા બેરોજગારોને નોકરીના નામે ઠગનારી ત્રિપુટીની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 300 જેટલા બેરોજગારોને નોકરી આપવાના બહાને ઠગનાર ત્રિપુટીની પ્રભાસ પાટણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ યુવાનો વેરાવળના બાયપાસ રોડ પર જોબ પ્લેસમેન્ટના નામે ઓફીસ ખોલી 850 રૂપિયા લઈ ફોર્મ ભરાવતા હતા અને ત્યારબાદ ઈન્ટરવ્યુ લઇ વિવિધ કંપનીઓમાં નોકરી આપવાની લાલચ આપતા હતા. અત્યારસુધીમાં આ ટોળકી બેરોજગાર યુવાનો પાસેથી 3 લાખ રૂપિયા ખંખેરી ચૂકી છે.

ગીર સોમનાથ, વેરાવળ
વેરાવળમાં 300 જેટલા બેરોજગારોને નોકરીના નામે ઠગનાર ત્રિપુટી ઝડપાઈ
author img

By

Published : Feb 7, 2020, 3:30 AM IST

ગીર સોમનાથ: વેરાવળમાં 300 જેટલા બેરોજગારોને ખાનગી તથા સરકારી નોકરી અપાવવાને બહાને છેતરપિંડી આચરનાર ટોળકીની પ્રભાસ પાટણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે..

ગીર સોમનાથ, વેરાવળ
સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા કરી 300 જેટલા નોકરીવાચ્છુક યુવાનો સાથે છેતરપિંડી

આ યુવાનોએ વેરાવળના બાયપાસ રોડ પર ભાડે ઓફીસ રાખી તેનું 15 જાન્યુઆરીએ વિધીવત ઉદ્ઘાટન પણ કર્યુ હતું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા કરી 300 જેટલા નોકરી વાચ્છુક યુવાનો પાસેથી ફોર્મના 850 રૂપિયા પડાવ્યા બાદ ઈન્ટરવ્યુ લઇ વિવિધ કંપનીઓમાં નોકરી આપવાની લાલચ આપી હતી.

ગીર સોમનાથ, વેરાવળ
અત્યાર સુધીમાં આ ટોળકી બેરોજગાર યુવાનો પાસેથી 3 લાખ રૂપિયા ખંખેરી ચુકી છે

યુવાનોને છેતરપિંડીનો અણસાર આવી જતા પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતાં આખા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો અને ત્રણેય ઠગ ત્રિપુટીને જેલના સળીયા પાછળ ધકેલી વધુ તપાસ પણ હાથ ધરી હતી.

Intro:ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ માં 300 જેટલા બેરોજગારો ને નોકરી ના નામે ઠગનાર ત્રીપુટી ઝડપાઈ..વીજ વીભાગ સહીત સ્થાનીક મહાકાય ખાનગી કંપની ઓ માં નોકરી ઓ આપવા ની આપી લાલચ..પોલીસે આરોપી ઓ ને લીધા રીમાન્ડ પર..Body:કહેવત છે કે નોકરી વાચ્છુક યુવાનો જ્યાં થી પણ નોકરી મળે તે માટે આકાશ પાતાળ એક કરતો હોય ત્યારે વેરાવળ ના બાયપાસ રોડ પર ભાડે દુકાન રાખી એક ઠગ ટોળકી એ જોબ પ્લેસ મેન્ટ નામે ઓફીસ શરૂ કરી જેનું વીધી વત તા.15 જાન્યુઆરી એ ઊદ્ઘાટન પણ કરેલું બાદ શોષ્યલ મીડીયા માં મસેજ ફરતા કરતાં 300 જેટલા નોકરી વાચ્છું ઓ પહોચ્યા ઓફીસે જ્યાં પ્રથમ 850 રૂપીયા લઈ ફોર્મ ભરાયા બાદ ઈન્ટરવ્યું પણ લેવાયા પરંતુ યુવાનોને આ ઠગ ટોળકી ના અણસાર આવી જતાં પ્રભાસ પાટણ પોલીસ માં એક પીડીત રવી નામના યુવાને ફરીયાદ કરતાં પોલીસે આખા નોકરી શડયંત્ર નો ભાંડા ફોડ કર્યો છે અને ત્રણે ઠગ ત્રીપિટી ને જેલ ના સળીયા પાછળ ધકેલી દીધી છે તો વધુ તપાસ પણ હાથ ધરાય છે.

Conclusion:આ ઘટના પર વધુ પ્રકાશ પાડતા ગીરસોમનાથ એ.એસ.પી. અમિત વસાવા એ કહેલ કે "પ્રભાસ પાટણ પોલીસ ની હદ માં એક ઓફીસ ખોલાયેલ જેમાં નોકરી અપાવવા પ્રથમ 850 રૂપીયા લઈ ફોર્મ ભરાવી અને બાદ ઈન્ટરવ્યુ લેવાતી અને લોકો ને વીવીધ કંપની ઓ માં નોકરી આપવા ની લાલચ અપાતી અને 3 લાખ રૂપીયા ખંખેર્યા નું પ્રાથમીક જાણવા મળ્યું છે.તેમજ દરેક યુવાનો પાસે થી 10 હજાર થી 50 હજાર જેટલા નોકરી ના બહાને મેળવ્યા છે જેથી કલમ 406-420- 120-બી મુજબ ફરીયાદ નોંધી છે આરોપી ઓ માં 1-પીયુષ પઢીયાર-2-વીશાલ ઝાલા 3- જયુ વાળા ને આજે કોર્ટ માં રજુ કરાતાં કોર્ટે 1 દીવસ ના રીમાન્ડ આપ્યાં છેઅને આગળ ની તપાસ ચાલું છે "

બાઈટ-અમિત વસાવા-asp ગીરસોમનાથ

રેડી ટુ પબ્લિશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.