ETV Bharat / state

ગીર સોમનાથ: મૃતકોના નામે વીજચોરીની કાર્યવાહી કરનારા PGVCLના 12 તત્કાલીન કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ - Case filed against 12 ex employees of PGVCL

વર્ષો અગાઉ મૃત્યુ પામેલા લોકોએ વીજચોરી કરી હોવાના ખોટા કેસ ઉભા કરીને વીજચોરીની કાર્યવાહી કરનારા PGVCLના 12 તત્કાલીન કર્મચારીઓ વિરુદ્ધ ગીર ગઢડા કોર્ટે ગુનો નોંધવા માટે કોર્ટે ગુનો દાખલ કરવા સૂચના આપી હતી.

મૃતકોના નામે વીજચોરીની કાર્યવાહી કરનારા PGVCLના 12 તત્કાલીન કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ

author img

By

Published : Apr 2, 2021, 7:49 PM IST

  • કોર્ટમાં બનાવટી સોગંદનામા રજૂ કરવા મામલે કોર્ટની કાર્યવાહી
  • આરોપીઓએ મૃત વ્યક્તિઓના નામે વીજ ચોરીના કેસો કર્યા હતા
  • 03 નાયબ ઈજનેર, 04 જુનિયર ઈજનેર અને 05 લાઈનમેન વિરુદ્ધ નોંધાયો ગુનો

ગીરગઢડા: તાલુકાનાં 5 વ્યક્તિઓ સામે PGVCLના અધિકારીઓ અને કર્મચરીઓએ કોર્ટમાં વીજ ચોરી અને ઠગાઇનો કેસ કર્યો હતો, પરંતુ કોર્ટે તમામને કોર્ટમાં હાજર રહેવા નોટીસ ઇશ્યુ કરી ત્યારે બહાર આવ્યું કે, જેની સામે કેસ કરવામાં આવ્યો છે તે તમામ લોકો મૃત્યુ પામ્યાં છે. ખોટા દસ્તાવજ અને સોગંદનામા હોવાનું તપાસમાં સામે આવતા કોર્ટે PGVCLના 11 અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો. આદેશનાં પગલે રજીસ્ટ્રારે ગીરગઢડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ચોપડે બતાવેલા આરોપીઓ વર્ષો અગાઉ મૃત્યુ પામ્યા હતા

PGVCLના અધિકારીઓએ 17 ડિસેમ્બર 2012ના રોજ મૃત્યુ પામેલા જીણાભાઇ વિરાભાઇ જેઠવા (રહે. વેળાકોટ વાળા) સામે તા.11 મે 2016 ના વિજ ચેકિંગ દરમ્‍યાન હયાત બતાવીને તેમની કાર્યવાહી અંગેના ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા ઇરાદાથી સોગંદનામા કરી કોર્ટને ગેરમાર્ગે દોરીને કેસ દાખલ કર્યો હતો. દ્રોણ ગામના ગોલણભાઇ લખમણભાઇ સાંખટ 7 વર્ષ પહેલા મૃત્યુ પામેલા હોય તેની સામે તા.17 માર્ચ 2020ના પાવર ચોરીનો કેસ બનાવેલો હતો. આ સિવાય કુલ 5 જેટલા મૃતકો સામે ખોટા કેસ ઉભા કર્યા હતા.

PGVCLના ક્યા અધિકારીઓ વિરૂદ્ધ નોંધાયો ગુનો?

પાંચેય વ્યક્તિ કેસ પહેલા મૃત્યુ પામ્યા હોવાથી તેમને જે તે સમયે પાવર ચેકિંગ દરમ્‍યાન હયાત(જીવીત) બતાવીને તેના રેકર્ડ આધારીત બોગસ દસ્તાવેજો બનાવી સોગંદનામા ખોટા કરીને પાંચ વ્યક્તિ સામે નાણાકિય વસૂલાત અંગે ગીરગઢડા પ્રિન્સીપાલ સીવીલ કોર્ટમાં PGVCLના અધિકારી નાયબ ઇજનેર, જુનિયર ઇજનેર બી.જે.સોલંકી, ડિ.ટી.ત્રિપાઠી, ભાવેશ મોહન સોલંકી, જે. એલ.જાધવ, રાકેશ કૈલાશ શર્મા, કે. કે. રાઠોડ, જી. જી. તેરૈયા, કાળા વાલા, ડી. બી. જાની, એસ. વી. ડામોર લાઇનમેન સહીત 11 કર્મચારીઓ વિરૂધ્ધ પોતાની ફરજ દરમ્‍યાન કોર્ટેને ગેરમાર્ગે દોરવી, એકબીજાને મદદગારી કરી ખોટા દસ્તાવેજો બનાવીને કોર્ટમાં કેસ રજૂ કરીને આ કેસ બોર્ડ પર આવતા 5 વ્યક્તિ સામે કોર્ટમાં હાજર રહેવા નોટીસ કાઢવામાં આવી હતી.

ખોટા સોગંદનામા રજૂ કર્યા હોવાનું કોર્ટના ધ્યાને આવ્યું

નોટીસમાં PGVCL જેની સામે કેસ, ઠગાઇ અને વસુલાતનો કર્યો હોય તે વ્યક્તિ અગાઉથી જ મૃત્યુ પામેલા હોવાના પ્રમાણપત્ર સાથે નોટીસ કોર્ટમાં પરત આવ્યાનું ખુલતા કોર્ટ સમક્ષ સાચી હકીકત બહાર આવી હતી. તમામ અધિકારી કર્મચારીએ મૃત્યુ પામેલા પાંચ વ્યક્તિને હયાત (જીવીત) બતાવેલા હોવાનું બહાર આવતા ગીરગઢડા પ્રન્સીપાલ સીવીલ કોર્ટના જજે પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીએ કેસોમાં ખોટા દસ્તાવેજ બનાવી રજુ કર્યા હોવાનું બહાર આવતા ગીરગઢડા કોર્ટના રજીસ્ટ્રાર સુરેશભાઇ પોપટભાઇ ચાવડાને પોલીસમાં ફરીયાદ નોધાવા હુકમ કર્યો હતો. રજીસ્ટ્રારે ગીરગઢડા પોલીસમાં પીજીવીસીએલના બે નાયબ ઇજનેર, બે જુનિયર ઇજનેર, તેમજ લાઇનમેન સહીત સામે ફરીયાદ નોધાવી હતી. આ મામલે કોર્ટના કડક વલણ બાદ પીજીવીસીએલ વર્તુળ અને પંથકમાં ચકચાર જાગી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.