- પાકિસ્તાનની જેલમાં મોટી સંખ્યમાં માછીમારો બંદીવાન
- માછીમાર 2019માં પકડાયેલા ત્યારથી પાક જેલમાં કેદ હતો
- બિમારીના કારણે માછીમારનું મોત થયું હતું
ગીર સોમનાથ : જિલ્લાના કોડિનાર તાલુકાના નાનાવાડા ગામના પાક જેલમાં બંદીવાન માછીમારનું મોત થયુ હતું. આ સમાચારના પગલે તેના પરિવાર અને માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. આ માછીમાર વર્ષ 2019થી પાકિસ્તાની જેલમાં કેદ હતો. ત્રણેક દિવસ પૂર્વે બિમારીના લીધે મોત થયાની વિગતો સામે આવી હતી.
જેલમાં અનેક યાતનાઓ ભારતીય માછીમારો ભોગવી રહ્યા
પાકિસ્તાનની જેલમાં મોટી સંખ્યમાં માછીમારો બંદીવાન છે. ત્યાંની જેલમાં અનેક યાતનાઓ ભારતીય માછીમારો ભોગવી રહ્યા છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના નાનાવાડા ગામનો ભારતીય માછીમાર રમેશ તાભા સોચાનું ત્રણ દિવસ પહેલા તારીખ 26 માર્ચના રોજ મૃત્યુ થયું હતું. આ માછીમાર પોરબંદરની સાગર જયપુર મસાણીની સાધના નામની બોટ નં.GJ 25 MM 1734માં ફિશીંગ માટે ગયો હતો. આ બોટ ગત તા.5/5/2019 ના રોજ પાકીસ્તાન મરીન અજેન્સીએ જળસીમાએ પકડી હતી. ત્યારથી આ જેલના માછીમારો પાકિસ્તાનની જેલમાં બંદીવાન છે. જે પૈકીના એક માછીમારનું મોત થયું છે.