જૂનાગઢઃ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં સમગ્ર દિવસ દરમિયાન ગુજરાત અને તમિલનાડુની ધાર્મિક સાંસ્કૃતિક અને પારિવારિક પરંપરા તેમજ ઉદ્યોગને પ્રોત્સાહન મળી શકે તે પ્રકારનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન થતું હોય છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનો વરિષ્ઠ આગેવાનો અધિકારીઓ મુલાકાત લેતા હોય છે. દિવસ દરમિયાનના આ કાર્યક્રમ રોજગાર ધર્મ સંસ્કૃતિ અને પારિવારિક પરંપરાને મહત્વ આપે તેવા કાર્યક્રમોનું આયોજન થાય છે.સાંજના સમયે કાર્યક્રમમાં ફેરફાર જોવા મળે છે. જેમાં સાંસ્કૃતિકની સાથે રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે.
આ પણ વાંચોઃ STSangamam in Narmada : સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનોએ કેવડિયા એકતાનગરના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી
પ્રધાનોએ અજમાવ્યા હાથઃ સોમનાથ દરિયા કિનારા પર બીચ વોલીબોલ અને વુડબોલ જેવી સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં પ્રવાસન અને વન પ્રધાન મુળુભાઈ બેરા એ બીચ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લઈને એક ખેલાડી તરીકે અહીંના લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. બીજી તરફ સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયાએ વુડબોલ જેવી સ્પર્ધામાં એક ખેલાડીની અદાથી ભાગ લીધો હતો. તમિલ સૌરાષ્ટ્ર સંગમ સંસ્કૃતિની સાથે રમતગમતના માધ્યમથી પણ બંને પ્રાંત અને રાજ્યના લોકો જોડાય તે માટે રમતગમત પ્રવૃતિને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પ્રધાનોથી લઈને તમિલનાડુથી આવેલા પ્રવાસીઓ અને સોમનાથ મુલાકાતે આવતા દર્શનાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ દ્વિશતાબ્દી મહોત્સવઃ મોહન ભાગવતે કહ્યું, નરનારાયણ દેવના કારણે આજે કચ્છ ઓળખાય છે
ગૃહપ્રધાન પણ સ્પોર્ટ્સ પ્રેમઃ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઘણા સ્પોર્ટ્સ પ્રેમી છે. સમયાંતરે તેઓ યુવાનો વચ્ચે જઈને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે છે. ખાસ કરીને મેરેથોન અને કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કાર્યક્રમ હોય ત્યારે તેઓ પણ થોડા સમય માટે રાજકીય માહોલ ભૂલીને સ્પોર્ટ્સ પર્સન તરીકે જે તે ગેમ પર હાથ અજમાવી દે છે. ક્યારેક સ્પોર્ટ્સ લક્ષી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા છે. જોકે, રાજ્યમાં પણ સ્પોર્ટ્સ લક્ષી પ્રવૃતિઓને વેગ આપવામાં હર્ષ સંઘવીનો મોટો ફાળો રહ્યો છે.