ETV Bharat / state

સોમનાથ મંદિર ટ્રસ્ટ અને ટ્રસ્ટીને એવોર્ડથી સન્માનિત કરાયા - Somnath Mandir Trust

મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્‍ટને વિસ્‍મયકારક પ્રકૃતિદત તરીકેનો તથા ટ્રસ્‍ટી જે.ડી.પરમારને પ્રેરણાદાયી વ્‍યકિતત્‍વ માટેનો એવોર્ડ અમેરીકાની વર્લ્‍ડ ટેલેન્‍ટ ઓર્ગોનાઇઝેશનના પદાધિકારીઓએ સોમનાથ આવી ટ્રસ્‍ટના પદાધિકારીઓને એનાયત કર્યો છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટ અને ટ્રસ્ટીને એવોર્ડથી સન્માનિત કરાયા

author img

By

Published : Mar 11, 2021, 9:09 PM IST

  • સોમનાથ મંદિરને વિસ્‍મયકારક પ્રકૃતિદત તરીકેનો એવોર્ડ એનાયત કરાયો
  • મંદિરના ટ્રસ્‍ટી જે.ડી.પરમારને પ્રેરણાદાયી વ્‍યકિતત્‍વનો એવોર્ડ એનાયત કરાયો
  • અમેરીકન સંસ્‍થાના પ્રતિનિધિઓએ એવોર્ડ એનાયત કર્યો

ગીર સોમનાથઃ અમેરિકા સ્‍થ‍િત વર્લ્‍ડ ટેલેન્‍ટ ઓર્ગેનાઈઝેશન સંસ્‍થા આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ એવા લોકો અને સંસ્‍થાને પ્રોત્‍સાહન આપે છે કે, જેમણે સામાજીક, શૈક્ષણીક તથા પરોપકારી કાર્યો કર્યા હોય અથવા પોતાના ક્ષેત્રમાં ગણના પાત્ર શ્રેષ્‍ઠ કામગીરી કરી હોય. ત્યારે આ સંસ્‍થા દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્‍ટને તથા ટ્રસ્‍ટી જે.ડી.પરમારને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અમેરીકન સંસ્‍થાના પ્રતિનિધિઓ શિવરાત્રીના દિવસે દિને સોમનાથ આવ્યાં હતા. સોમનાથના ઓડીટોરીયમ ખાતે યોજાયેલા સમારોહમાં સંસ્‍થાના વડોદરાથી દિનેશ બારોટ, અમેરીકા ન્‍યુજર્સીથી મિહિર બ્રહમભટ, રાજકોટથી ભરતસિંહ પરમારે સોમનાથ ટ્રસ્‍ટનો એવોર્ડ સેક્રેટરી પી.કે.લહેરીને તથા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જે.ડી.પરમારને એવોર્ડ એનાયત કર્યો હતો.

સોમનાથ મંદિર ટ્રસ્ટ અને ટ્રસ્ટીને એવોર્ડથી સન્માનિત કરાયા
સોમનાથ મંદિર ટ્રસ્ટ અને ટ્રસ્ટીને એવોર્ડથી સન્માનિત કરાયા

આ પણ વાંચોઃ સોમનાથ ટ્રસ્ટ કરશે ત્રીજી અને ચોથી સદીની બૌદ્ધ ગુફાઓનો જીર્ણોદ્ધાર, જુઓ વિશેષ અહેવાલ

સોમનાથ ટ્રસ્‍ટને વિસ્‍મયકારક પ્રકૃતિદત સુઝ માટે એવોર્ડ એનાયત કરાયો

સોમનાથ ટ્રસ્‍ટને વિસ્‍મયકારક પ્રકૃતિદત સુઝ માટે એવોર્ડ એનાયત કરાયો હતો. ભગવાન સોમનાથના પુરાણ પ્રસિઘ્‍ઘ અને જીર્ણ મંદિરના પુનરોદ્ધાર માટે સંકલ્‍પબઘ્‍ઘ ભારત રત્‍ન સરદાર વલ્‍લભભાઇ પટેલને અનુસરીને કનૈયાલાલ મુન્‍શી, દિગ્‍વ‍િજયસિંહજી જામ સાહેબ, મોરારજી દેસાઇ, કેશુભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ માનદ સેવા આપી સોમનાથ મંદિરના પુન:નિર્માણ સહિતના વિકાસ કામો જેવા મહાન કાર્યો કર્યા હતા, જે તમામ કાર્યો ધાર્મીક સ્‍થાનો માટે પ્રેરણારૂપ બન્‍યાં છે તે ગણનાપાત્ર વિકાસને ધ્યાનમાં લઇને સોમનાથ મંદિર ટ્રસ્‍ટને એવોર્ડ એનાયત કરાયો છે.

સતત 45 વર્ષથી ટ્રસ્ટી પદે અવિરત સેવા

મંદિરના ટ્રસ્‍ટી જે.ડી.પરમાર કે, જેઓ વર્ષ 1975 થી માનદ સેવા આપી રહ્યા છે. જેઓએ પોતાનું જીવન સોમનાથ મહાદેવની સેવામાં સમર્પીત કર્યું છે. તેઓની આ નિસ્‍વાર્થ સેવા અને સમર્પણને ધ્યાને લઇ તેઓને પ્રેરણાદાયી વ્‍યકિતત્‍વ તરીકેનો એવોર્ડ એનાયત કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.