ETV Bharat / state

વેરાવળમાં 108 એમ્બ્યુલન્સ જેવી સેવા આપશે ઓટો એમ્બ્યુલન્સ - auto ambulance

વેરાવળ ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ અને ઓટો રિક્ષાચાલકનું એક નાનું જૂથ કોઈ પણ પ્રકારની તબીબી સેવા માટે તમારા સારથી બનશે. 24 કલાક આ સેવા ઉપલબ્ધ રહેશે.

વેરાવળ ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ આપશે સેવા

author img

By

Published : Jun 1, 2021, 3:06 PM IST

  • વેરાવળ ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ આપશે સેવા
  • કોઈ પણ પ્રકારની તબીબી સેવા માટે બનશે તમારા સારથી
  • 24 કલાક ઉપલબ્ધ એમ્બ્યુલન્સ સેવા

ગીર સોમનાથ: વેરાવળ શહેરના દરેક નાગરીકો માટે ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા ઓટો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવેલી છે. વેરાવળમાં આવેલા ઔદ્યોગિક એકમ ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ અને ઓટો રિક્ષા ડ્રાઇવર્સના એક નાનકડા ગ્રુપના સહયોગથી શહેરમાં ઓટો એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવેલી છે. આ પ્રકલ્પ માટે પાંચ સમર્પિત ઓટો સારથીઓનો સાથ મળ્યો છે.

ઓટો એમ્બ્યુલન્સ
ઓટો એમ્બ્યુલન્સ

આ પણ વાંચો: સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી વિરમગામને એમ્બ્યુલન્સ ફાળવાઇ, વિરમગામ નગરપાલિકા ખાતે કરાયું લોકાર્પણ

જરૂરતમંદ વ્યકિતને 24 કલાક ઓટો રિક્ષા પરિવહન સુવિધા પુરી પાડવામાં આવશે

ઇન્ડીયન રેયોનના યુનિટ હેડ શશાંક પરીક દ્વારા કંપનીના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવી આ ઓટો એમ્બ્યુલન્સન પ્રસ્થાન કરવામાં આવેલું હતું. સુરક્ષા માટે યુનિટ એચ. આર. હેડ રજત ડે તથા પદાધિકારીઓના હસ્તે દરેક ડ્રાઇવર્સને PPE કીટ, ફેસ શિલ્ડ, હેન્ડ સેનિટાઇઝર, માસ્ક, ગ્લોવ્ઝ આપવામાં આવ્યા હતા. આ સેવામાં આરોગ્ય હેતુ માટે વ્યાજબી દરથી માત્ર એક ફોનથી જરૂરતમંદ વ્યકિતને 24 કલાક ઓટો રિક્ષા પરિવહન સુવિધા પુરી પાડવામાં આવશે.

100નો ચાર્જ ચૂકવી લાભ લઇ શકાશે

હાલના રાત્રી કરફ્યૂના સમયમાં પણ આ પરિવહન સુવિધા ચાલુ રહેશે. આ સેવા હેઠળ સવારના છથી રાત્રીના દસ વાગ્યા સુધી સાંઇબાબા મંદિર સુધી રૂપિયા 50, ભાલકા, ભિડિયા, પાટણ, સોમનાથ તથા બાકીના સ્થળો માટે રૂપિયા 100નો ચાર્જ ચૂકવી લાભ લઇ શકાશે અને રાત્રીના દસથી સવારના છ વાગ્યા સુધી ઉપરોક્ત દર્શાવેલથી દોઢ ગણો ચાર્જ લાભાર્થીએ ચૂકવવાનો રહેશે.

આ પણ વાંચો: સાંસદ મોહન કુંડારિયાએ 2 એમ્બ્યુલન્સ મોરબીને ફાળવી

ઓટો એમ્બ્યુલન્સ સર્વિસના સારથીઓ

આ સેવાનો લાભ લેવા માટે ઓટો એમ્બ્યુલન્સ સર્વિસના સારથીઓ મનોહર મો. 81287 88988, અજય મો. 99243 29195, ભરત મો. 70166 66387, હસમીત મો. 76006 44371 અને રવિ મો. 84889 24463નો કોઇ પણ સમયે સંપર્ક કરવા જણાવેલું છે. આ સમગ્ર પ્રકલ્પ યુનિટ એચ. આર. હેડ રજત ડેના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલું હોવાનું સી.એસ.આર. હેડ શ્રધ્ધા મહેતાએ એક યાદીમાં જણાવેલું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.