- માદક પદાર્થોની હેરફેર માટેની રાજ્ય સ્તરની ડ્રાઇવના પ્રારંભમાં જ પશ્ચિમ કચ્છ SOGને સફળતા
- મુન્દ્રામાં 6 કિલો ગાંજા સાથે એક યુવાન ઝડપાયો
- કુલ 59150નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
કચ્છ : કેફી દ્રવ્યની હેરફેર અને વેચાણ જેવી પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના હેતુસર રાજ્ય વ્યાપી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે (SOG) બાતમીના આધારે મુન્દ્રાના 29 વર્ષની વયના અનીશ ઉર્ફે હસન સલીમ આરબને 58650ની કિંમતનો 5.865 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : કલોલમાં ગાંજાની ડિલિવરી આપવા આવેલા 3 શખ્સની ધરપકડ
પશ્ચિમ કચ્છ SOGએ બાતમીના આધારે યુવાનને ઝડપ્યો
પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મુન્દ્રાના હરી નગરમાં રહેતા અનીશ ઉર્ફે હસન આરબને કેફી દ્રવ્ય ગાંજા સાથે પકડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં 1.730 કિલો ગાંજા સાથે એકની ધરપકડ
મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધવામાં આવ્યો
પોલીસે આરોપી પાસેથી 58650ની કિંમતનો 5.865 કિલો ગાંજો તથા એક મોબાઇલ કિંમત 500નો મળીને કુલ 59150નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તથા આ આરોપી સામે NDPS કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.