ગીર સોમનાથઃ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ગીરસોમનાથ જિલ્લાના તમામ ડૉકટર્સે હસ્તાક્ષર કરી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સોમનાથને ચીનનું વુહાન બનતું અટકાવવા માટે સોમનાથ મંદિરમાં લોકોના દર્શન અટકાવવા અનુરોધ કર્યો હતો.
વાંચોઃ સોમનાથમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતી વખતે પોલીસ-યાત્રી વચ્ચે ઘર્ષણ
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે મહાદેવના દર્શન અને સોશિયલ ડિસ્ટન્સને લઈને પોલીસ અને યાત્રી સામ સામે આવી ગયા હતાં.
આ સાથે જ ડૉક્ટર્સે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને પણ આ આવેદનપત્ર ઇમેઇલ દ્વારા મોકલ્યું હતું. આ ઉપરાંત શિવભક્તોને અપીલ કરી હતી કે, આ કપરી પરિસ્થિતિમાં જો બચી જશું તો જ આવતા શ્રાવણ માસમાં ભગવાનને ભજી શકશું.
આ પણ વાંચોઃ જાણો કેવો રહ્યો જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણનો પહેલો દિવસ
સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓનું કેહવું છે કે, સોમનાથ મંદિરે આવતા યાત્રિકોને માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે છે. છતાં ડૉક્ટર્સના આવેદન પત્ર બાબતે સંલગ્ન વિભાગો અને તંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે.