- ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા
- જિલ્લામાં ગઇકાલે પ્રથમ વખત કોરોનાના નવા 30 કેસ નોંધાયા
- ગઇકાલે વઘુ 4,008 લોકોનું રસીકરણ પૂર્ણ કરાયું
ગીર સોમનાથ : કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જિલ્લામાં ગઇકાલે પ્રથમ વખત કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. ગઇકાલે જે નવા કેસ નોંધાયા છે. તેમાં વેરાવળમાં 4, સુત્રાપાડામાં 1, કોડિનારમાં 1, ઉનામાં 22, તાલાલામાં 1, ગીરગઢડામાં 1 કેસ નોંધાયો છે. ગઇકાલે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયેલું નથી. સારવારમાં રહેલ 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જિલ્લામાં 1 લાખ 23 હજાર 145 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 23 હજાર 145 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે ગઇકાલે વઘુ 4,008 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.
આંશિક લોડાઉનની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી દીધી
જિલ્લામથક વેરાવળમાં સ્વૈચ્છિક લોકડાઉનને અસંમજસની સ્થિતિ પ્રર્વતી છે. અઠવાડિયા પૂર્વે પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને શહેરના જુદા-જુદા વેપારી એસોસિએશનના હોદ્દેદારોની મળેલ બેઠકમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરાયા બાદ તે નિર્ણયનો ફિયાસ્કો થયો હતો. આ દરમ્યાન પ્રાંત અઘિકારીએ કચેરીમાં વેપારી આાગેવાનોને બોલાવી સ્વૈચ્છિક લોકડાઉન કરવા અપીલ કરી હતી. જેના પ્રત્યુતરમાં વેપારી આગેવાનોએ હામી ભરી તા.17 એપ્રિલથી 1 મે સુધી આંશિક લોડાઉનની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી દીધી હતી. જે મુજબ લોકડાઉનના આ સમયગાળામાં શહેરમાં સાંજે 4 વાગ્યા સુધી તમામ દુકાનો ખુલ્લી રહેશે ત્યારબાદ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું જણાવેલું હતું.
વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેરાત કરી અમલ કરતા જોવા મળી રહયા
ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાના વધી રહેલ સંક્રમણને ઘ્યાને લઇ ઉના, કોડિનાર, તાલાલા, ગીરગઢડા અને સૂત્રાપાડા જેવા તમામ તાલુકાના શહેરોમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી અમલ કરતા જોવા મળી રહયા છે. બીજી તરફ વેરાવળના જુદા-જુદા વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ અઠવાડિયા પૂર્વે પાલિકાના શાસકોને સ્વૈચ્છિક લોકડાઉન બાબતે આપેલી ખાત્રી મુજબ બજારો સ્વૈચ્છિક લોકડાઉન ન રહેતા ફિયાસ્કો થયેલો હતો. જેથી જુદા-જુદા વેપારી એસોસિએશનના હોદ્દેદારો પર તેમના જ સભ્ય વેપારીઓને વિશ્વાસ ન હોય તેવું ફલિત થયુ હતું.
આ પણ વાંચો : ખેડા જિલ્લાના વિવિધ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન
વેપારી એસોસિએશનના આગેવાનોએ સમર્થનઆપી લોકડાઉનની જાહેરાત કર્યું
પ્રાંત અઘિકારીની અપીલને ફરી વેપારી એસોસિએશનના આગેવાનોએ સમર્થનઆપી લોકડાઉનની જાહેરાત કરી છે. તેનો કેવો અમલ થાય છે તે જોવું રહેશે. જો કે, ગઇકાલે સોશિયલ મીડિયામાં કરાયેલ આંશિક લોકડાઉનની જાહેરાતનો અમુક વેપારી મિત્રો વિરોધ દર્શાવી ત્રણ કે પાંચ દિવસનું પુર્ણ લોકડાઉન જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે.