- અખિલ ભારતીય કોળી સમાજમાં રોષની લોગણી
- વિમલ ચુડાસમાને વિધાનસભાગૃહમાં અપમાનિત કરવા મામલે રોષ
- પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને માફી માંગવા માંગણી
ગીર-સોમનાથ : અખિલ ભારતીય કોળી સમાજ ગીર-સોમનાથ જિલ્લાના પ્રમુખ કાનભાઇ ગઢિયા અને વેરાવળ, ભિડીયા, પ્રભાસ પાટણ, સુત્રાપાડાના કોળી સમાજના આગેવાનો તથા મુસ્લિમ સમાજના પ્રમુખ અનવર પટેલ, જયકર ચોટાઇ, અશોક ગદા, દેવેન્દ્ર મોતીવરસ, અશ્વિન સુયાણી, દિનેશ રાયઠઠ્ઠા, મહિલા કોંગ્રેસ પ્રમુખ-દેવી ગોહેલ, તાલુકા-શહેર કોંગ્રેસ પરિવાર અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ પણ વાંચો : વિમલ ચુડાસમા શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં આવ્યા, અધ્યક્ષે અભિનંદન આપ્યા
વિમલ ચુડાસમા સિવાય મધુ શ્રીવાસ્તવ પણ ગૃહમાં ટી-શર્ટ પહેરતા હતા
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભાગૃહમાં ટી-શર્ટ પહેરીને ગયા હતાં. અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાને ગૃહમાં જાહેરમાં અપમાનિત કર્યા હતા અને તેમને ગૃહમાંથી બહાર નીકળી જવા આદેશ કર્યો હતો. આ ઘટનાના દિવસે અન્ય ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ગૃહમાં ટી-શર્ટ પહેરી હાજર હતા. પરંતુ તેમને અધ્યક્ષએ કંઇ જ કહ્યું નહિ.
ગૃહમાં ઘણા પ્રધાનો અને ધારાસભ્યોએ ટી-શર્ટ પહેરતા હતા
ગૃહમાં અગાઉ પણ ઘણા પ્રધાનો અને ધારાસભ્યોએ ટી-શર્ટ પહેરીને ગૃહમાં હાજરી આપેલી છે. ત્યારે અધ્યક્ષ દ્વારા ટી-શર્ટ પહેરવા અંગે કોઇ આદેશ કરવામાં આવ્યો નથી. ક્યાં અને કેવા કપડાં પહેરવા તે અંગે ગૃહમાં આવો કોઇ ઠરાવ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને આવવા બદલ અધ્યક્ષે કોંગી ધારાસભ્યને હાંકી કાઢ્યા
વિમલ ચુડાસમાને ચોક્કસ ટાર્ગેટ બનાવવામાં આવ્યા
અધ્યક્ષ દ્વારા કોળી સમાજના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને જ ફક્ત એક ચોક્કસ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોવાનુ આવેદનપત્રમાં જણાવ્યું હતું. જાહેરમાં સમગ્ર કોળી સમાજ અને ધારાસભ્યને અપમાનિત કર્યા હતા. જે બદલ માફી માગવામાં આવે અને ફરી આવો બનાવ ન બને તેવી માગણી કરવામાં આવી છે.