સોમનાથ : સોમનાથ આજે અમિત શાહ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે(Amit Shah Gujarat Visit). અમરેલીમાં શાહ સહકાર સંમેલન(Shah to attend cooperation conference in Amreli) અને સોમનાથમાં મહાદેવના દર્શન(Amit Shah Somnath Temple vist ) કર્યા બાદ ટ્રસ્ટના વિકાસ કાર્યોને લઇને અધિકારીઓ સાથે બેઠકોનો ધમધમાટ શરુ કરશે. શાહની અમરેલી અને સોમનાથની મુલાકાતને રાજકીય કનેક્શન પણ ગણવામાં આવી રહ્યું છે. વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની પાંચ અને ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારનો કારમો પરાજય થયો હતો.
રાજકારણમાં ગરમાવટ વર્ષોથી અમરેલી જિલ્લો રાજકારણ પર નિર્ભર રહ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીથી લઈ ને લોકસભાની ચૂંટણીમાં નેતાઓ ચૂંટણીની રણનીતિથી લઈને ઉમેદવાર નક્કી કરવા સુધીની તમામ ગતિવિધિમાં ખૂબ મહત્વનો ભાગ ભજવાયો છે. 2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં પણ અમિત શાહ પ્રચાર કરી રહ્યા હતા પરંતુ જિલ્લાની તમામ પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારો ચુંટણી જીતવામાં અસફળ રહ્યા છે ત્યારે ફરી એક વખત 2022ની ચૂંટણી જીતવા માટે અમિત શાહ સહકારી સંમેલન થકી રાજકીય ઢોલ પીટાતા જોવા મળશે
આવનારી ચૂંટણી શું સફળ થશે રણનિતી ગીર સોમનાથ જીલ્લાનું રાજકારણ રાજ્ય સ્તરના સહકારી અગ્રણીઓની આસપાસ કેન્દ્રિત થયેલું વર્ષોથી જોવા મળે છે. આગામી વિધાનસભાની ચૂંટણી ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ માટે શાખનો સવાલ બની રહેશે. જિલ્લામાં ખોવાયેલી ભાજપની સાખ ફરી એક વખત પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસો અને મંત્ર અમિત શાહ દ્વારા જિલ્લાના નેતાઓને ચોક્કસ પણે આપવામાં આવશે. બંધબારણે આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને ભાજપના તમામ નાના મોટા નેતાઓ સાથે બેઠક કરશે.