- સોમનાથ હરિ હર પથ ખાતે સન્માન સમારોહ યોજાયો
- 50 જેટલા કલાકારોને કલારત્ન એવોર્ડથી સન્માનિત કરાયા
- હરી- હર સમુદ્ર પથ આસપાસના તમામ ધાર્મિક સ્થળોને એક કરે છે
ગીર સોમનાથ: સૌરાષ્ટ્ર રત્નાકર તટે સોમેશ્વર મહાદેવ બિરાજમાન છે, જેમનુ ચરણ પ્રક્ષાલન સતત સમુદ્ર દેવ સ્વયં કરી રહ્યાં છે અને સાથે જ શ્રી કૃષ્ણ ભગવાને જ્યાંથી સ્વધામ ગમન કર્યુ, તે સ્થાન ગોલોકધામ અહિં છે. હિરણ, કપિલા-સરસ્વતીનો સંગમ આવેલો છે અને સાથે જ ભગવાન પરશુરામની તપોભૂમી અને શ્રી રામના સાનિધ્ય સાથે આ તમામ સ્થાનોને મણકા રૂપી એક કરી રહેલો આ હરી- હર સમુદ્ર પથ છે.
કલારત્નોનો અનોખો પરિશ્રમ
સમુદ્રપથના સૌદર્યકરણ પ્રાયોજનામાં વિવિધ ધાર્મિક- આદ્યાત્મિક પ્રસંગો દશાવતાર, શ્રી કૃષ્ણ જીવનદર્શન, રામ ચરીત્ર, વાઙ્ગમય ઉપનિષદ, વેદ પુરાણના દૈવિ પ્રસંગ, ભારતીય કલા પરંપરાની લોકશૈલીના 63 ચિત્રો 50 જેટલા ગુજરાતના કલાકારોએ ચાર દિવસમાં દિન- રાત પરિશ્રમ કરી તૈયાર કર્યા છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના કુલપતિએ મુલાકાત લીધી
આ તમામ કલાકારોના કલાચિત્રોની મુલાકાત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે. ડી. પરમાર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના કુલપતી ડૉ. ગોપબંધુ મિશ્રાએ લીધી હતી.આ સાથે જ કલાકારોના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી તેમજ માર્ગદર્શન આપેલું હતું.
કલારત્ન એવોર્ડથી સન્માનિત કરાયા
આ તમામ કલાકારોનુ કલારત્ન એવોર્ડ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પુરસ્કાર આપીને સન્માન કરાયુ શ્રી રામ મંદિર ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યુ હતું. તેમાં સમારોહના અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટી જે. ડી. પરમાર રહ્યા હતા. તેમજ મુખ્ય મહેમાન તરીકે સોમનાથ યુનિવર્સીટીના કુલપતી ડૉ. ગોપબંધુ મિશ્રા રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસરશ્રીએ સ્વાગત પ્રવચન કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા, તેમજ ચિત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.