ETV Bharat / state

જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં વાવાઝોડાથી થયેલી નુકસાનીના સર્વે માટે યોજાઈ સમીક્ષા બેઠક

ગીર સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલી નુકસાની અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય જિલ્લા તંત્ર દ્વારા ચુકવાઇ રહી છે. તે અંગેની, તમામ કામગીરીની સમીક્ષા જિલ્લાના પ્રભારીમંત્રી અને અન્ન-નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાએ કરી હતી. આ તકે, જણાવવામાં આવ્યું હતું કે યોગ્યતા ધરાવતા લોકોને સરકારની સહાયનો લાભ મળશે.

જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં વાવાઝોડાથી થયેલી નુકસાનીના સર્વે માટે યોજાઈ સમીક્ષા બેઠક
જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં વાવાઝોડાથી થયેલી નુકસાનીના સર્વે માટે યોજાઈ સમીક્ષા બેઠક
author img

By

Published : Jun 1, 2021, 10:42 PM IST

  • વાવાઝોડા સંદર્ભે સર્વે અને તંત્ર દ્વારા અપાતી સહાયની કામગીરી બાબતે સમીક્ષા બેઠક
  • પાત્રતા ધરાવતા તમામ પરિવારોને મળશે સહાય
  • સમિક્ષા બેઠકમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા રહ્યા ઉપસ્થિત

ગીર સોમનાથ: જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલી નુકસાની અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય જિલ્લા તંત્ર દ્વારા ચુકવાઇ રહી છે. તે અંગેની તમામ કામગીરીની સમીક્ષા જિલ્લાના પ્રભારીમંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાએ કરી હતી. જિલ્લા સેવાસદન ખાતે પ્રધાન જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કલેક્ટર અજય પ્રકાશે તૌકતે વાવાઝોડાથી ખાસ કરીને વધારે અસરગ્રસ્ત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ લાભાર્થીઓને ચુકવાઇ રહેલી વિવિધ સહાયની રકમ, પુર્ણ થયેલા સર્વે તેમજ વિજપુરવઠો પુર્વવત કરવા ચાલતી કામગીરી અને જ્યા વિજળી નથી ત્યા વૈકલ્પિક વ્યવસ્થાથી થતી પાણી વિતરણની કામગીરી સહિત વહીવટી તંત્રની તમામ કામગીરીનો તમામ ચીતાર પ્રેઝેન્ટેશનથી રજુ કર્યો હતો.

જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં વાવાઝોડાથી થયેલી નુકસાનીના સર્વે માટે યોજાઈ સમીક્ષા બેઠક
જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં વાવાઝોડાથી થયેલી નુકસાનીના સર્વે માટે યોજાઈ સમીક્ષા બેઠક

આ પણ વાંચો: ગીર સોમનાથમાં તૌક્તે વાવાઝોડાના અસરગ્રસ્ત 48,000 ખેડૂતોના વાડીબગીચાનો થયો સર્વે

લોકોને લાભ મળે તે અંગેના સુચનો લીધા ધ્યાને

આ તકે પ્રધાને બેઠકમાં ઉપસ્થિત સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર-સોમનાથ જિલ્લાના અન્ય આગેવાનોના પણ લોક ઉપયોગી અને હાલની તંત્રની રાહત બચાવની કામગીરીમાં ઝડપ આવે અને લોકોને લાભ મળે તે અંગેના કેટલાક અગત્યના સુચનો ધ્યાને લીધા હતા અને આ સુચનો બાબતે પણ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને માર્ગદર્શન આપ્યું હતું.આ બાબતે પ્રધાને જ્યા સર્વે પુર્ણ થઇ ગયા છે. ત્યાં એકંદરે તાલુકા વાઇઝ કોઇ પરીવાર કે જે અસરગ્રસ્ત થયો હોય તેનો સર્વે બાકી રહી જાતો નથી તે અંગે ફરી સમિક્ષા, તપાસ કરી લેવા તેમજ સર્વેમાં બાકી રહી ગયેલાની જાણ થાય તો સર્વે કરીને નિયમોનુસાર લાભ આપવા સુચના આપી હતી. આ ઉપરાંત, વાડીમાં રહેતા જે તે ગામના લોકોનો સર્વે કરવા પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: tauktae cyclone: કેન્દ્ર સરકારની ટીમે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના તાલુકાના ગામોની લીધી મુલાકાત

સરકારના નિયમ મુજબ આપવામાં આવશે સહાય

લાભાર્થી વ્યક્તિના રહેણાંકમાં અને વાડીમાં બન્ને સ્થળે મકાન હોય તો કોઇપણ એક અસરગ્રસ્ત નુકસાન વાળા સ્થળે લાભ આપવા પાત્ર થાય છે. તે અંગે કોઇ પરીવાર બાકી હોય તો તેનો પણ સર્વે કરાવી લેવા અને સરકારના સંવેદનશીલ અભિગમ અંતર્ગત જેને નુકસાન થયું છે અને સરકારના નિયમ મુજબ લાભ આપવા પાત્ર હોય તો પાત્રતા ધરાવતા દરેક વ્યકતિને લાભ મળે તે અંગે માર્ગદર્શન આપી જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થયેલી કામગીરી અંગે સમગ્ર વહીવટી તંત્રની કામગીરીને આવકારી હતી. જિલ્લાના પદાધિકારીઓએ પણ PGVCL, પાણી પુરવઠા અને રેવન્યુ વિભાગ સહિત ખેતીના સર્વે અંગે અને જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓની કામગીરીને આવકારી હતી.

બેઠકમાં અગ્રણીઓ સહિત અનેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત

આ બેઠકમાં જિલ્લા અગ્રણીઓ, રાજશી જોટવા, માનસીંગ પરમાર, જેઠા સોલંકી, ઝવેરી ઠકરાર, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખટાલે, અધિક કલેક્ટર એસ.જે.ખાચર, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, PGVCL અધિકારી જાડેજા, જેટકોના સુરતી તેમજ જિલ્લા ખેતી વાડી અધિકારી સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.