- ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા
- જિલ્લામાં શુક્રવારે કોરોનાના 230 કેસ નોંધાયા
- જિલ્લામાં 1,581 લોકોનું વેક્સનેશન કરાયું
ગીર સોમનાથઃ કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસ નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. શુક્રવારે ફરી કેસોની સંખ્યામાં નોંધપાત્ર વઘારો નોંઘાયો છે. જિલ્લામાં પ્રથમ વખત કોરોનાના કેસ 230 આવ્યા છે.
આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં વધુ 183 કોરોના કેસ નોંધાયા
શુક્રવારે જિલ્લામાં એક પણ વ્યક્તિનું મોત નહીં
શુક્રવારે વેરાવળમાં 71, સૂત્રાપાડામાં 22, કોડીનારમાં 36, ઉનામાં 42, ગીરગઢડામાં 16, તાલાલામાં 17 તથા અન્ય જીલ્લાના 6 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું. આ સાથે જ સારવારમાં રહેલા 71 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેમને રજા આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ 13,085 દર્દીઓ થયા સ્વસ્થ
જિલ્લામાં 1 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન પૂર્ણ
બીજી તરફ વેક્સિનેશનની પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શુક્રવારે સમગ્ર જિલ્લામાં ફકત 1,581 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 74 હજાર 661 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે.
શનિવારે કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે
કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા કોવિડ-19 અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે આવશે. 8મેએ સાંજે 4 વાગ્યે પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. 5 વાગ્યે કલાકે જિલ્લા સેવાસદન ખાતે સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પ્રધાન 9મેએ કોવિડ-19 અન્વયે પ્રભાસ-પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આજોઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સૂત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રશ્નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રાનાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડોળાસા કમ્યુનિટી કેર સેન્ટર, ઉના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દેલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગીરગઢડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગીર ગૂંજન આઈસોલેશન સેન્ટર, ધોકડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંકોલવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલાળા સામૂહિક આરોગય કેન્દ્રની મુલાકાત લેશે.