ETV Bharat / state

કોરોનાના કહેર વચ્‍ચે વેરાવળમાં રામનવમી પર્વે શોભાયાત્રા નિકળી

કોરોનાન કહેર વચ્‍ચે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રામનવમી પર્વે શોભાયાત્રા નિકળી હતી. જેની પોલીસને જાણ થતા પોલીસે છ શખ્સોને રામનવમી પર્વે શોભાયાત્રા કાઢતા પકડી પાડી જાહેરનામાં ભંગના ગુના હેઠળ અટકાયત કરી હતી.

Girsomnath news
Girsomnath news
author img

By

Published : Apr 22, 2021, 12:47 PM IST

  • વેરાવળ શહેરમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ
  • કોરોના મહામારીમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન
  • હજારો લોકોને એકઠા કરી તેમના જીવ જોખમમાં મૂક્યા

ગીર સોમનાથ : કોરોનાના કહેર વચ્‍ચે સંક્રમણને ખુલ્લું આમંત્રણ અપાઇ રહ્યુ હોય તેમ વેરાવળ શહેરમાં બુધવારે રામનવમી તહેવાર નિમિતે શોભાયાત્રા કાઢનારા છ લોકોને પોલીસએ પકડી પાડી જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શોભાયાત્રા
શોભાયાત્રા

આ પણ વાંચો : મંદિરો બંધ રહ્યા, લોકોએ ઘરમાં જ કરી રામનવમીની ઉજવણી

CM રૂપાણીએ ધાર્મિક કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે

એક તરફ રાજયમાં ધાર્મિક ઉજવણી સહિતના કાર્યક્રમો પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તો બીજી તરફ કોરોનાના કેસનો દરરોજ રાફડો ફાટી રહ્યો છે. એવા સમયે જિલ્‍લા મથક વેરાવળ શહેરમાં જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાની સદંતર અવગણના કરી કોરોનાને ખુલ્‍લુ આમંત્રણ આપતી ઘટના સામે આવી હતી. જેના પર પોલીસ તંત્રનું ઘ્‍યાન આવતા તુરંત એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શોભાયાત્રા
શોભાયાત્રા

ત્રીકમરાયજી મંદિરથી શોભાયાત્રા નિકળી જે તે વિસ્‍તારમાં ફરી રહી હતી

સીટી PI ડી. ડી. પરમારે જણાવ્યું હતું કે, હાલ સમગ્ર જિલ્‍લામાં ધાર્મિક પ્રસંગો, ધાર્મિક તહેવારોની ઉજવણી પર જાહેરમાં શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કરેલું છે. જે અંગે તકેદારી રાખવા ઉચ્‍ચ પોલીસ અધિકારીની સૂચના છે. બુધવારે રામનવમીનો તહેવાર હોવાથી પોલીસ સ્‍ટાફ શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો, ત્‍યારે બપોરના સમયે વેરાવળ સોની બજારમાં આવેલા ત્રીકમરાયજી મંદિરથી શોભાયાત્રા નિકળી જે તે વિસ્‍તારમાં ફરી રહી હતી.

શોભાયાત્રા
શોભાયાત્રા

આ પણ વાંચો : જૂનાગઢના માંગરોળમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ કરાઇ

જુદા જુદા ધર્મના આગેવાનોને શોભાયાત્રા, સરઘસો કે જુલુસો ન કાઢવા ફરી અપીલ કરાઈ

આ શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. આ સમયે પોલીસ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી શોભાયાત્રા કાઢનારા ભરત દામજીભાઇ કુહાડા સહિત છ લોકોને પકડી પાડી પોલીસ સ્‍ટેશને લઇ આવવામાં આવ્યા હતા. જે બાદ છએય લોકો સામે જાહેરનામાં ભંગનો ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં પોલીસ અધિકારી ડી. ડી. પરમારે હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ હોવાથી આવા સમયે શહેરમાં શોભાયાત્રા, સરઘસો કે જુલુસો ન કાઢવા ફરી અપીલ કરી છે. આ બાબતે લોકોને જાગૃત કરવા જુદા જુદા ધર્મના આગેવાનો અને પટેલોને પણ અપીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.