ETV Bharat / state

ગીર-સોમનાથમાં કોરોના પોઝિટિવ 9 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ - ગીરસોમનાથમાં કોરોના વાઇરસ

ગીર-સોમનાથમાં કોરોના વાઇરસના 9 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હતી. કોડીનાર તાલુકાના 9 દર્દીઓને કોવિડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા છે.

વનનપસ
bલવલ
author img

By

Published : May 19, 2020, 8:08 PM IST

ગીર-સોમનાથ: સમગ્ર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. દેશભરમાં કોરોના વાઇરસના દર્દીઓ દિનપ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતેથી આજે કોરોના વાઇરસના 9 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી.

ગીરસોમનાથમાં કોરોના વાઇરસના 9 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

કોડીનાર તાલુકાના 9 દર્દીઓને કોવિડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા છે. અગાઉ વેરાવળ માંથી કોરોના વાયરસના 3 અને આજે સોમનાથ ખાતેથી વધુ 9 દર્દીઓને રજા આપવામાં આવતા જિલ્લા માંથી કુલ 12 દર્દીઓને રજા આપવામાં આવી છે.

કોડીનારમાં રહેતા કિશોરભાઈ પરસોત્તમભાઈ પરમાર તેમના પત્ની ભાવનાબેન , પુત્રી પ્રિયંકા અને પુત્ર માનવને કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે રાખવામાં આવ્યા હતા.

કોડીનાર તાલુકાના બોડીદરના ગામે રહેતા દિનેશભાઈ બાબુભાઈ પરમાર તેમના નાના ભાઈ વિપુલભાઈ પરમાર , પત્ની સેજલબેન અને પુત્રી યશ્વી ને કોરોના વાઇરસના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં કોરોના વાઇરસ પોઝિટિવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. અને કોડીનારના કિરાગભાઈ મગનભાઈ બરડાને પણ કોરોના વાઇરસના સંક્રમણમાં આવી જતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.

કોડીનાર તાલુકાના આ તમામ 9 દર્દીઓના અગાઉ કોરોના વાઇરસના રિપોર્ટ કરાવવામાં આવતા નેગિટિવ આવ્યા હતા. કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ હતા. તેઓ સ્વસ્થ થતા કોરોના વાઇરસના કોઈપણ લક્ષણો ન જણાતા આજે આરોગ્ય કર્મચારીઓએ અભિવાદન કરી ડો.બામરોટીયાની ઉપસ્થિતિમાં રજા આપવામાં આવી હતી.

ડોકટરોએ તમામ દર્દીઓને માસ્ક પહેરવા અને તેનો ઉપયોગ કરી નિકાલ કરવા, સામાજીક અંતર રાખવા અને આરોગ્યની સંભાળ કેવી રીતે રાખવી તે માટે જાણકારી આપી હતી. એમ્બ્યુલન્સ દ્રારા તમામ દર્દીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. દર્દીઓએ વહીવટી તંત્ર અને આરોગ્ય શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.