ગીર સોમનાથ: ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાંથી વહીવટી તંત્ર દ્વારા 46 પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મહારાષ્ટ્ર માટે રવાના કરાયા હતાં. કોરોના વાઈરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા તાલુકામાંથી પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવી રહ્યાં છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાંથી 46 પરપ્રાંતિય શ્રમિકો મહારાષ્ટ્ર વતન રવાના કરાયા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને કેન્દ્ર સરકાર ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજૂરી મેળવી વતન મોકલવામાં આવી રહ્યાં છે. સુત્રાપાડા તાલુકામા ખાંભા ગામે ગોળના રાબડામાં કામ કરતા 46 શ્રમિકોને ખાનગી બસ દ્વારા તેમના વતન મહારાષ્ટ્રના નાસિક મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ શ્રમિકોના આરોગ્યની તપાસ કરી વતન મોકલવામા આવ્યાં છે.