ETV Bharat / state

ગીરસોમનાથ જિલ્લામાં 1905 દર્દીઓ કોરોના વાઇરસ સામે જંગ જીત્યા - ગીરસોમનાથમાં કોરોના વાઇરસ

એક તરફ જ્યારે મહાનગરોમાં કોરોનાનો કહેર ફરીથી લોકોના મન પર હાવી થઈ રહ્યો છે. કોરોનાની સેકન્ડ વેવ શરૂ થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં 1905 દર્દીઓ કોરોના વાઇરસ સામે જંગ જીત્યા છે. આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધીમાં શંકાસ્પદ 83609 દર્દીઓના સેમ્પલ લેવાયા છે.

Etv Bharat, Gujarati News, Gir Somnath News, CoronaVirus News
ગીરસોમનાથ જિલ્લામાં 1905 દર્દીઓ કોરોના વાઇરસ સામે જંગ જીત્યા
author img

By

Published : Nov 24, 2020, 10:24 AM IST

  • જિલ્લામાં 1905 દર્દી કોરોના ને હરાવી સ્વસ્થ થયા
  • 83609 લોકોના લેવાયા છે સેમ્પલ
  • અત્યારે જિલ્લામાં 64 કેસ એક્ટિવ

ગીરસોમનાથઃ એક તરફ જ્યારે મહાનગરોમાં કોરોનાનો કહેર ફરીથી લોકોના મન પર હાવી થઈ રહ્યો છે. કોરોનાની સેકન્ડ વેવ શરૂ થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં 1905 દર્દીઓ કોરોના વાઇરસ સામે જંગ જીત્યા છે. આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધીમાં શંકાસ્પદ 83609 દર્દીઓના સેમ્પલ લેવાયા છે.

વૈશ્વિક મહામારી ને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી પ્રભાવિત થયું છે. કોરોના વાઇરસનું સંક્રમણ ફરી શરૂ થયું છે. દિન પ્રતિદિન કોરોના વાઇરસના દર્દીઓ વધી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સર્તક થઈ કામગીરી કરી રહ્યું છે.

ગીરસોમનાથ જિલ્લામાં 1905 દર્દીઓ કોરોના વાઇરસ સામે જંગ જીત્યા
કુલ 83 હજારથી વધુ સેમ્પલ લેવાયાગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં 83,609 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એન્ટીજન સેમપ્લ-59779, આર.ટી.પી.સી.આર.સેમ્પલ-22990, કોરોના વાઇરસના કુલ કેસ-2102 અને તેમાથી 1905 દર્દીઓ સ્વસ્થ થયા છે. ટેસ્ટિંગ બાદ પોઝિટિવ કેસની ટકાવારી 3% થી ઓછી છે. હાલમાં કોરોના વાઇરસના એક્ટીવ કેસ-64 છે. જેમાંથી હોમ આઈસોલેશનમાં-50, સિવિલ હોસ્પિટલ વેરાવળમાં-9 અને ખાનગી હોસ્પિટલમાં-5 છે. કેસની પોઝિટિવ ટકાવારી 2.71% છે. સૌથી ઉત્તમ વેક્સિન છે આપણા હાથમાંઅત્યારે કોરોનાની કોઈ નક્કર અને 100% કારગર વેક્સિન નથી મળી શકી, ત્યારે જ્યાં સુધી કોઈ દવા ન શોધાય ત્યાં સુધી સૌથી અસરકારક વેક્સિન એ સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક છે અને તેનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ કોરોનાને હરાવવા સક્ષમ છે, ત્યારે કોરોના અંગેના દિશા નિર્દેશનું પાલન કરીએ એ જ આપણા અને દેશના હિતમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.