ETV Bharat / state

વર્લ્ડ બેંકની મિશન ટીમ ચાર દિવસ માટે રાજ્યની મુલાકાતે, શિક્ષણ પ્રધાન સાથે કરી મુલાકાત - world bank team

રાજ્યમાં મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ(Mission Schools of Excellence) દ્વારા આવનારા પાંચ વર્ષમાં રાજ્યની લગભગ 20,000 સરકારી શાળાઓનું(Government schools) આમૂલ રુપાંતરણ કરવા માટે અને વૈશ્વિક સુવિધાઓ આપવા માટે વર્લ્ડ બેંકની મિશન(World Bank mission) ટીમ રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવી છે. આ ટીમે પ્રવાસના પ્રથમ દિવસે વર્લ્ડ બેંકના પ્રતિનિધીઓની ટીમે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી(Education Minister Jitu Waghani) અને રાજ્ય કક્ષાના પ્રધાન કિર્તીસિંહ વાઘેલા(Minister of State Kirtisinh Vaghela) સાથે મુલાકાત કરી હતી.

વર્લ્ડ બેંકની મિશન ટીમ ચાર દિવસ માટે રાજ્યની મુલાકાતે, શિક્ષણ પ્રધાન સાથે કરી મુલાકાત

author img

By

Published : Nov 24, 2021, 8:50 AM IST

  • 20,000 સરકારી શાળાઓનું આમૂલ રુપાંતરણ કરવામાં આવશે
  • વૈશ્વિક સુવિધાઓ આપવા માટે વર્લ્ડ બેંકની મિશન ટીમ રાજ્યની મુલાકાતે
  • વર્લ્ડ બેંકની મિશન ટીમે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સાથે કરી મુલાકાત

ગાંધીનગર : એકવીસમી સદી એટલે જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને(dream of a better India) સાકાર કરવા માટે તેમજ બદલતા સમય સાથે વિશ્વસ્તરીય તમામ શૈક્ષણિક સુવિધાઓ(Educational facility) બાળકો સુધી પહોંચાડવા માટે ગુજરાત શિક્ષણ વિભાગ(Gujarat Education Department) દ્વારા 'મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ'(Mission Schools of Excellence) દ્વારા આવનારા પાંચ વર્ષમાં રાજ્યની લગભગ 20,000 સરકારી શાળાઓનું આમૂલ રુપાંતરણ કરવામાં આવશે.

90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણની તમામ સુવિધાઓનો લાભ મળશે

આ મિશન અંતર્ગત અદ્યતન માળખાકીય સુવિધાઓ અને અધ્યયન અધ્યાપન નિષ્પતિઓ આધારિત વૈશ્વિકસ્તરનું શિક્ષણ પુરું પાડવામાં આવશે. વર્લ્ડ બેંક (WB) અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા આશરે 8,000 કરોડના ફંડીંગ દ્વારા લગભગ રાજ્યના સરકારી શાળામાં(Government schools) ભણતા 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણની તમામ સુવિધાઓનો લાભ મળશે. જેની શરુઆતના ભાગરુપે વર્લ્ડ બેંકની મિશન ટીમ દ્વારા રાજ્યની પ્રથમ ચાર દિવસની મુલાકાત તા.23 થી 26 નવેમ્બર, 2021 સુધી રહશે.

વર્લ્ડ બેંકની ટીમ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની શાળાઓની મુલાકાત કરશે

વર્લ્ડ બેંકના પ્રતિનિધી શબનમ સિંહા અને તેમની ટીમ સાથે રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કાર્યશાળા દ્વારા તબક્કાવાર આયોજન અંગે જરુરી વિચાર ગોષ્ઠી કરવામાં આવી. વર્લ્ડ બેંકના અન્ય વિષય નિષ્ણાંત સભ્યો વર્ચ્યુઅલી કાર્યશાળામાં જોડાયા અને એમના જરુરી મંતવ્યો આપ્યા. વર્લ્ડ બેંકની ટીમ(world bank team gujarat) મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની શાળાઓની મુલાકાત કરનાર છે.

આ પણ વાંચોઃ Horoscope for the Day 24 November : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ...

આ પણ વાંચોઃ Airtel પછી હવે Vodafone-Ideaની મોબાઈલ સેવાઓની કિંમતમાં 25 ટકાનો વધારો થતા ગ્રાહકોને ઝટકો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.