ETV Bharat / state

વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ ગુજરાતની મુલાકાતે, પ્રોબેશનરી IAS અધિકારીઓ સાથે કરશે ચર્ચા

author img

By

Published : Oct 27, 2019, 3:13 PM IST

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક વર્ષ પૂર્ણ થતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ પણ આજે ગુજરાત આવી રહ્યા છે. જેમનુ સ્વાગત સીએમ રૂપાણી દ્વારા કરવામાં આવશે.

frfr

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પુર્ણ થાય છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર આ ખાસ પ્રસંગની ઉજવણી કરશે. મહત્વનું છે કે 31 ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તો આ સાથે જ દેશ ભરના પ્રોબેશનરી IAS અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. જેમાં ખાસ કરીને વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ ડેવિડ માલપાસ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવશે અને IAS અધિકારીઓ સાથે ચર્ચા પણ કરશે.

આ અનુસંધાને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહ સાથે વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસને આજે સાંજે 5ઃ15 વાગ્યે કેવડીયા કોલોની સરદાર સરોવર ડેમ ખાતે આવકારશે. જેમાં સી.એમ રૂપાણી વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સમગ્ર પરિસરની મુલાકાત કરાવશે. ત્યારબાદ સાંજે 6ઃ15 વાગ્યે કેવડિયાના એકતા ઓડિટરિયમમાં ગુજરાત સરકાર દ્વારા પ્રેઝન્ટેશન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટ કેવડીયા ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે 28 ઓક્ટોબરે સવારે 9ઃ30 વાગ્યે કેવડીયાકોલોનીમાં દેશભર ના પ્રોબેશનરી આઈ.એ.એસ અધિકારીઓની પરિષદના પ્રારંભ સત્રમાં ટેન્ટ સીટી-2ના કોન્ફરન્સ હોલ ખાતે સિવીલ સર્વિસ કેપેસીટી બિલ્ડીંગ વિષયક ઉદ્ઘઘાટકિય ઉદબોધન કરશે.

Intro:Approved by panchal sir

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર ના દિવસે ગુજરાત ની મુલાકારે આવી રહ્યા છે. જેમાં 31 ઓક્ટોબર ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું એક વર્ષ પૂર્ણ થતું હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ દેશ ભરના પ્રોબેશનરી IAS અધિકારીઓ સાથે પણ બેઠક કરશે જેમાં ખાસ કરીને વર્લ્ડ બેન્ક ના પ્રેસિડન્ટ ડેવિડ માલપાસ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવશે અને IAS અધિકારીઓ સાથે ચર્ચા પણ કરશે. Body:આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મુખ્ય સચિવ ડો જે એન સિહ સાથે વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસને આજે સાંજે ૫.૧૫ વાગ્યે કેવડીયા કોલોની સરદાર સરોવર ડેમ ખાતે આવકારશે, જેમાં સીએમ રૂપાણી વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટ ને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સમગ્ર પરિસર ની મુલાકાત કરાવશે ત્યારબાદ સાંજે ૬.૧૫ વાગ્યે કેવડિયાના એકતા ઓડિટરિયમ માં ગુજરાત સરકાર દ્વારા પ્રેઝન્ટેશન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં કરવામાં આવશે. Conclusion:ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટ કેવડીયા ટેન્ટ સિટી માં રાત્રિ રોકાણ કરશે. જ્યારે સોમવાર ૨૮ ઓક્ટોબરે સવારે ૯.૩૦ વાગ્યે કેવડીયાકોલોની માં દેશભર ના પ્રોબેશનરી આઈ એ એસ અધિકારીઓની પરિષદના પ્રારંભ સત્રમાં ટેન્ટ સીટી-૨ ના કોન્ફરન્સ હોલ ખાતે સિવીલ સર્વિસ કેપેસીટી બિલ્ડીંગ વિષયક ઉદ્ઘઘાટકિય ઉદબોધન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.