ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જીનોમ સિક્વન્સની(Whole genome sequencing) વાત કરવામાં આવે તો જ્યારે કેસ ઓછા હોય ત્યારે નિયમ પ્રમાણે જીનોમ સિક્વન્સ કરવામાં આવતું હોય છે અને કોઈ નવો વેરીયન્ટ તો નથી આવ્યો ને તે બાબતે રીચાર્જ કરવામાં આવે છે ત્યારે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર(Gujarat Biotechnology Research Institute ) દ્વારા જીનોમ સિક્વન્સિંગની (genome sequencing)પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં દર મહીને 640 જેટલા સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ થઈ રહ્યા છે.
દર મહિને 640 જીનોમ સિક્વન્સ
ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના (Gujarat Biotechnology Research Institute )ડેપ્યુટી ડાયરેક્ટર માધવી જોશીએ વધુમાં જણાવ્યું હતું કે દર અઠવાડિયે 160થી 180 જેટલા જીનોમ સિક્વન્સ કરવામાં આવી રહ્યા છે, ત્યારે દર મહિને 640 ની આસપાસ જેટલા સેમ્પલનું જીનોમ સિક્વન્સ(genomesequencing) કરવામાં આવે છે.આ સિક્વન્સ માનવ ઓવેરિયન તો આવ્યો નથી તે બાબતની પણ ખાસ તપાસ શરુ કરવામાં આવે છે જ્યારે ગુજરાતમાં અત્યારે વર્તમાન સમયમાં ડેલ્ટા અને ઓમીક્રોમ બંને વેરીયન્ટ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ દ્વારકાના માળી ગામે ખેતરોમાં ઉભા પાકમાં પોલ ઉભા કરાતા જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ઉગ્ર રકઝક
25 કરોડનું મશીન આવશે ત્યારે જીનોમ સિક્વન્સ કેપેસિટી ડબલ થશે
માધવી જોશી વધુમાં જણાવ્યું હતું કે ત્રીજી લાઈન ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા 25 કરોડનું મશીનની ફાળવણી કરવામાં આવી છે જે હજી સુધી ફોરેનથી આવ્યું નથી. પરંતુ જ્યારે આ મશીન ગુજરાતમાં આવશે ત્યારે આ મશીનથી જીનોમ સિક્વન્સિંગની કેપેસીટી બમણી થઈ જશે હાલમાં અત્યારે 640 જેટલા સેમ્પલ સિક્વન્સની થઈ રહ્યું છે ત્યારે આ મશીન ના આવવાથી અને તેના ઉપયોગ કરવાથી જીનોમ સિક્વન્સિંગ દર મહિને 1500 જેટલું થશે, જ્યારે અત્યારે એક ખાસ કીટ દ્વારા જીનોમ સિક્વન્સિંગ થઈ રહ્યું છે જેનું પરિણામ ગણતરીના કલાકોમાં જ પ્રાપ્ત થઈ રહ્યું છે.
ડેલ્મીક્રોન બાબતે રિસર્ચ શરૂ
સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં ટેલિવિઝનના કિસ્સા પણ હવે ગણતરીના સામે આવી રહ્યા છે. ત્યારે તેને ધ્યાનમાં લઈને ગુજરાતમાં પણ ડેલ્મીક્રોનની જીનોમ સિક્વન્સિંગ શરૂ કરવામાં આવી છે જેમાં અત્યારસુધી એક પણ કેસ નોંધાયા નથી પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે, આમ ડેલ્ટા અને ઓમિક્રોન ના વાઇરસ ના મયૂટન્ટ થી ડેલ્મીક્રોન વાઇરસ ઉતપન્ન થાય છે ત્યારે આ બાબતે પણ રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે.