- દેશમાં હવે યુરિયા ખાતરની બેગ હવે ભૂતકાળ બનશે
- ઇફકો દ્વારા યુરિયા ખાતરને પ્રવાહી રૂપમાં સંશોધન કરાયું
- 500 એમ.એલ. બોટલ 2.5 વિઘામાં ઉપયોગમાં લઇ શકશે
- ઓછા પાણીમાં પણ પાક સારો ઉતપન્ન થશે
- વાતાવરણ, જમીન અને પાકમાં કોઈ નુકશાની કરશે નહીં
ગાંધીનગર: દેશ અને રાજ્યના ખેડૂતોને પાકને સારો ઉગાડવા માટે ખાતરની જરૂર પડતી હતી અને ખેડૂતોને 50 કિલોની બેગમાં ખાતર લાગું પડતું હતું, ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા 45 કિલોની એક બેગ ખાતરની તૈયાર કરવામાં આવી અને હવે છેલ્લા બે વર્ષથી યુરિયા ખાતર પર રિસર્ચ કરવામાં આવતું હતું. જે પૂર્ણ થતાં યુરિયાની 45 કિલોની બોરી હવે ભૂતકાળ સાબિત થશે કારણ કે, ઇફકો દ્વારા યુરિયા ખાતરના બદલે હવે 500 એમ.એલ. પ્રવાહી સ્વરુપમાં યુરિયા ખાતર બનાવવામાં આવ્યું છે. તો કેવી રીતે થશે યુરિયા નેનો ટેકનોલોજીનો ઉપયોગ જૂઓ વિશેષ એહવાલમાં..
ખેડૂતોને શું થશે ફાયદો જાણો...
ઉપયોગ બાબતે ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, નેનો યુરિયા a501 ની બોટલમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પહેલા 45 કિલોની બોરીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની જગ્યાએ હવે ફક્ત 500 એમ.એલ.એ બોટલનો જ ઉપયોગ કરવામાં આવશે. આમ એક બોટલએ 125 લીટર પાણીમાં મિક્ષ કરીને ફુવારના માધ્યમથી 1 એકર(2.5 વીઘા) જમીન પર છટકાવ કરી શકાશે, જ્યારે પાણીની માત્રા ઓછી હોય અથવા તો વરસાદ ઓછું નોંધાય તો પણ ખેડૂતો વધુમાં વધુ પાક મેળવી શકશે. જ્યારે યુરિયા ખાતરની બોરીઓ ઉપાડવાની અને પરિવહન કરવાની પ્રવૃત્તિમાંથી પણ ખેડૂતોને મુક્તિ મળી છે.
આ પણ વાંચો: ETV BHARAT EXCLUSIVE: જાણો શું કહ્યું લાલુ પ્રસાદ યાદવે પેગાસસ મુદ્દે
ખાતરનું ડુપ્લીકેશનના થાય તે માટે ખાસ આયોજન
દેશને રાજ્યમાં ખેડૂતોને લૂંટવા માટે ડુપ્લિકેટ ખાતર પણ આપી દેતા હતા અને આમ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ ડુપ્લીકેટ ખાતરનું વેચાણ ખેડૂતોને કરતા હતા અને ત્યારબાદએ ખાતરનો ઉપયોગ થવાના કારણે પાકને નુકસાન પણ થતું હતું. જ્યારે વાતાવરણ અને જમીનમાં પણ ડુપ્લીકેટ યુરિયા ખાતરથી નુકસાન થતું હતું, ત્યારે આવા નુકસાનને રોકવા માટે પણ આ ખાસ ટેકનોલોજીની મદદથી પ્રથમ વખત પ્રવાહી સ્વરૂપનું ખાતર ગુજરાતમાં ઉત્પાદન થઈ રહ્યું છે. હવે આ પ્રવાહી સ્વરૂપે યુરિયા ખાતરનું ડુપ્લિકેશનના થાય તેને ધ્યાનમાં લઈને iffco દ્વારા ખાસ બારકોડ સિસ્ટમ પણ અમલી કરવામાં આવ્યો છે. જે સ્કેન કરીને જ વેપારીઓને આપવામાં આવશે અને સ્કેન કર્યા બાદ બોટલ SOLD OUT છે કે, નહીં તેની વિગતો પણ ઓનલાઇન પ્રાપ્ત થશે. જેથી પ્રવાહી યુરિયા ખાતરનું ડુપ્લીકેશન નહિ થાય.
કઈ રીતે થયું સંશોધન અને કેટલા ખેડૂતોએ કર્યું
સંશોધન બાબતે દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના તમામ રાજ્યોમાં ઇફકો દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું, છેલ્લાં 2 વર્ષથી આ સંશોધન કરવામાં આવતું હતું. જ્યારે છેલ્લા બે વર્ષમાં 11 હજારથી વધુ પ્રયોગો કરવામાં આવ્યા છે. જ્યારે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 2.85 લાખ ખેડૂતોના ખેતરમાં પ્રયોગો, 94 પાક અને 6 સીઝનમાં પ્રયોગો કર્યા હતા અને તમામના પરિણામ પોઝિટિવ આવતા હવે આ લિકવિડ ખાતર બજારમાં મુકવામાં આવ્યું છે.
સમગ્ર દેશમાં કલોલમાં થઈ રહ્યું છે ઉત્પાદન
દિલીપ સાંઘાણી વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ ટેકનોલોજી પર રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું અને અનેક રિસર્ચ કર્યા બાદ કેન્દ્ર સરકારે નેનો ટેકનોલોજી વાળા પ્રવાહી યુરિયા ખાતરને મંજૂરી આપી છે, ત્યારે સમગ્ર દેશમાં ફક્ત કલોલ તાલુકામાં જ આ નેનો યુરિયા લિકવિડનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જ્યારે દિવસની 70000 બોટલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે નેનો યુરિયા ખાતરની એક મહિનામાં એક કરોડ બોટલનો ઓર્ડર પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. આમ ખાતરની માગમાં જેમ વધારે થશે તેમ ઇફકો દ્વારા દેશમાં અલગ અલગ જગ્યાએ કુલ 4 ઉત્પાદન સ્ટેશન શરૂ કરવામાં આવશે.
પ્રથમ જથ્થો ઉત્તરપ્રદેશ અને આસામમાં મોકલાયો
વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, નેનો યુરિયા ખાતરનો પ્રથમ જથ્થો ઉત્તર પ્રદેશ અને આસામ રાજ્યમાં મોકલવામાં આવ્યું છે. જ્યારે પરિવહનની વાત કરતા સંઘાણીએ જણાવ્યું હતું કે, પહેલા 45 કિલોની બોરી જો 100 થી વધારાનાં જથ્થામાં હોય તો 2 થી વધુ ટ્રકની જરૂર પડતી હતી પણ હવે બોટલમાં યુરિયા ખાતરનું નેનો યુરિયા આવવાને કારણે પરિવહન કરવામાં પણ સરળ રહેશે.