ગાંધીનગરઃ રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કોરોના વાયરસને અનુલક્ષીને ખાસ સર્ક્યુલેશન બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ભારત સરકારના કર્મચારી ગણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવાની થતી તકેદારી સંબંધમાં પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણની સંભાવનાને તોડવા માટે કેન્દ્ર સરકારની સેવામાં હોય તેવા તમામ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આરોગ્ય ક્ષેત્ર અને અસરકારક ઉપયોગ કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે આ જ પ્રકારે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ કર્મચારીઓ-અધિકારીઓના સંબંધમાં આ એપના અસરકારક ઉપયોગ બાબતની સૂચના રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
કેવી છે સૂચના ??
1. રાજ્ય સરકારની સેવામાં હોય તેવા તમામ અધિકારીઓ કર્મચારીઓ અને તેમના મોબાઈલ ફોનમાં તાત્કાલિક આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી.
2. કર્મચારીઓ કચેરી આવવા માટે નીકળે તે પહેલા આરોગ્ય સેતુને પર પોતાની સ્થિતિની સમીક્ષા અવશ્ય કરવી અને એ પર સુરક્ષિત અથવા ઓછું જોખમની સ્થિતિ દર્શાવે ત્યારે જ કચેરીએ આવવા નીકળવું.
3. જો આરોગ્ય સેતુ એપમાં વિશ્લેષણ કર્યા બાદ થોડુંક અથવા વધુ જોખમ દર્શાવે તો તેવા કર્મચારીઓ અને અધિકારીઓએ કચેરીમાં આવવું નહીં 14 દિવસ સુધી અથવા એપમાં તેમની સ્થિતિ સુરક્ષિત અથવા ઓછું જોખમ ન દર્શાવે ત્યાં સુધી પોતાને અન્ય વ્યક્તિના સંપર્કથી દૂર રાખવા.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા સરકારી અધિકારી-કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ફરજ પાડવામાં આવી છે.
ઓફિસ જતાં પહેલાં સરકારી કર્મચારીઓએ શું ધ્યાન રાખવું પડશે? - સરકારી કર્મચારીઓ
કોરોના વાયરસના કેર વચ્ચે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની guide lines અનુસરીને ૩૩ ટકા સ્ટાફ સાથે તમામ સરકારી ઓફિસનું કામકાજ શરૂ કરી દીધું છે. પરંતુ હવે રાજ્ય સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખાસ નોટિફિકેશન બહાર પાડીને સરકારી કર્મચારીને ઓફિસ આવતાં પહેલાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને રોજે રોજ આરોગ્ય સેતુથી કોરોના વાઇરસથી માહિતીગાર થવું પડશે.