ETV Bharat / state

સૌની યોજના-સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ અને સિંચાય માટે પાણી અપાશે: નીતિન પટેલ

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદે માજા મુકી છે, પરંતુ અનેક જિલ્લા એવા પણ રહી ગયા છે જે કે, જ્યાં સારો વરસાદ પડ્યો નથી. જેને લઇ રાજ્ય સરકારે 7 ઓગસ્ટના રોજ કેબિનેટ બેઠકમાં એક સરાહનીય નિર્ણય કર્યો હતો. જેમાં નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવશે તથા સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ પાણીથી ભરવામાં આવશે. તો આ સાથે જ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે જિલ્લાઓમાં પાણી નથી તેવા જિલ્લાઓમાં પીવાનું અને સિંચાઈના પાણીની સુવિધા આપવામાં આવશે.

author img

By

Published : Aug 7, 2019, 7:12 PM IST

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

કેબીનેટ બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં ભાજપના નેતા સુષ્મા સ્વરાજના નિધન પર બે મિનિટનું મૌન પાડીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, નર્મદા નદીમાં પાણી પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે, જેને લઇને અત્યારે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી 127 મીટરની આસપાસ પહોંચી ગઈ છે જેને કારણે નર્મદા કેનાલમાં વધુ પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં જે તળાવ ખાલી છે તે તળાવોને પણ નર્મદા કેનાલથી પાઇપલાઇન દ્વારા તળાવને કરવામાં આવશે જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જગ્યાએ સિંચાઇની જરૂરિયાત વધુ છે. તેવા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી પણ છોડવામાં આવશે.

સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ અને સિંચાય માટે પાણી અપાશે

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નર્મદા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ પડયો હોવાના કારણે નર્મદા નદીમાં પાણીના આવકમાં વધારો થયો છે. જેથી સરદાર સરોવરના સપાટી 131 પર પહોંચી જશે. સપાટીને રોકી રાખવા માટે પણ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારના 3 વર્ષ પુરા થવાની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું દિલ્હી ખાતે નિધન થતા રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજનારી મુખ્યપ્રધાન સાથેનો સંવાદ કાર્યક્રમ પણ મુલત્વી રાખવામાં આવ્યો છે. હવે આ કાર્યક્રમ 8 ઓગસ્ટ એટલે કે ગુરુવારે યોજવામાં આવશે.

દેશના પૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ છેલ્લા બે દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા, પરંતુ તેઓને ગઈકાલ હાર્ટ એટેક આવતા તેમનું દુઃખદ અવસાન થયું હતું. દુઃખદ અવસાન ના સમાચાર આવતા જ રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રે 12 કલાકે તમામ કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આયોજિત "સંકલ્પ સે સિદ્ધિ કી ઓર" અંગ્રેસર જે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે તેને રદ્દ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દસ હજાર જેટલા મેહમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજય સરકાર દ્વારા અગાઉથી જ મહેમાનોને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું સાથે જ તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી. પરંતુ અચાનક સુષ્મા સ્વરાજના મૃત્યુના સમાચાર આવતા રાજ્ય સરકારે એક દિવસ માટે આ કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ કાર્યક્રમ ગુરુવારે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મન કી બાત" કાર્યક્રમની જેમ જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રાજયમાં અલગ અલગ વર્ગના લોકો સાથે ‘મનની મોકળાશ’ અંતર્ગત વાત શરૂ કરશે. અત્યાર સુધી વડાપ્રધાનની ‘મન કી બાત’ થતી હતી. ત્યારે હવે તો ગુજરાતના CM વિજય રૂપાણીની ‘મનની મોકળાશ’ અંતર્ગત કાર્યક્રમ યોજીને ગુજરાતની જનતા સાથે ચર્ચા કરશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમ એવા મનની મોકળાશ વિશે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો ઉપર મનની વાત લોકો સાથે કરે છે તેવી જ રીતે હવે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પોતાના નિવાસસ્થાને મહિનામાં એક દિવસ અથવા તો જો વધુ સમય હશે તો મહિનાના બે દિવસ અસંગઠિત ક્ષેત્રના લોકો સાથે ખેડૂતો સાથે વિદ્યાર્થીઓ સાથે ગરીબ સાથે તમામ સ્થિતિ પરિસ્થિતિ નહીં ચર્ચા કરશે. તો આ સાથે જ તેઓને પડી રહેલ તકલીફ વિશે પણ માહિતગાર હશે સાથે જ આવનારા સમયમાં તમામ તકલીફોને દૂર કરી શકાય તે રીતના પણ પ્રયાસ કરવામાં આવશે.

આગામી 7 ઓગસ્ટથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી લોકો સાથે મનની મોકળાશ કાર્યક્રમની શરૂઆત કરશે. સૌ પ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ મુખ્યપ્રધાન યોજાશે. 7 ઓગસ્ટે CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને અનુલક્ષીને મહાત્મા મંદિર ખાતે ઉજવણી માટે 8 ઓગસ્ટ દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

Intro:રાજ્યમાં ચોમાસાની સિઝન જામી છે રાજ્યના અનેક જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે પરંતુ અનેક જિલ્લા એવા પણ રહી ગયા છે જે કે જ્યાં સારો વરસાદ પડ્યો નથી જેને કારણે રાજ્ય સરકારે આજે કેબિનેટ બેઠકમાં એક સરાહનીય નિર્ણય કર્યો હતો જેમાં નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવશે તથા સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ પાણી થી ભરવામાં આવશે સાથે જ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે જિલ્લાઓમાં પાણી નથી તેવા જિલ્લાઓમાં પીવાનું અને સિંચાઈના પાણીની સુવિધા આપવામાં..
Body:કેબીનેટ બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં આજે ભાજપના નેતા સુષ્મા સ્વરાજ ના નિધન પર બે મિનિટનું મૌન પાડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જ કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યા હતા કે નર્મદા નદીમાં પાણી પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે જેને લઇને અત્યારે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૭ મીટરની આસપાસ પહોંચી ગઈ છે જેને કારણે નર્મદા કેનાલમાં વધુ પાણી છોડવામાં આવશે સાથે જ ઉત્તર ગુજરાતમાં જે તળાવ ખાલી છે તે તળાવોને પણ નર્મદા કેનાલથી પાઇપલાઇન દ્વારા તળાવને કરવામાં આવશે જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જગ્યાએ સિંચાઇની જરૂરિયાત વધુ છે તેવા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી પણ છોડવામાં આવશે.

બાઈટ... નીતિન પટેલ નાયબમુખ્યપ્રધાન Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા નર્મદા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ પડયો હોવાના કારણે નર્મદા નદીમાં પાણીના આવકમાં વધારો થયો છે જેથી સરદાર સરોવર નો સપાટી 131 પર પહોંચી જાય આમ આ સપાટી ને રોકી રાખવા માટે પણ આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.