- રાજ્યની વિધાનસભાની 8 બેઠક માટે શાંતિપૂર્ણ મતદાન
- રાજ્ય ચૂંટણી પંચને 12 કલાક સુધીમાં કોઈ લેખિત ફરિયાદ નહીં
- જિલ્લા કલેક્ટર અને પ્રોસેડિંગ ઓફિસરો સ્થાનિક કક્ષાએ કરી રહ્યા છે સર્વેલન્સ
- સ્થાનિક કક્ષાએ ફરિયાદનો નિરાકરણ
ગાંધીનગર : ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકમાં મંગળવાર સવારે 7 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. જેમાં રાજ્યના ચૂંટણી કમિશનર મુરલીક્રિષ્ના અને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 7 કલાકથી 12 કલાક સુધીનું જે મતદાન પ્રક્રિયા છે, તે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્ય ચૂંટણીપંચને કોઈપણ પક્ષ અથવા તો કોઈ પણ વ્યક્તિ દ્વારા લેખિતમાં એક પણ ફરિયાદ કરવામાં આવી નથી.
મતદારોને મતદાન માટે રાહ જોવી ન પડે તેવી વ્યવસ્થા
રાજ્ય ચૂંટણીના કમિશનર ડૉક્ટર એસ મુરલીક્રિષ્નાએ વધુમાં જણાવ્યું હતું કે, 8 બેઠક પરની પેટા ચૂંટણીમાં સવારે 7 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે અલગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે, જ્યારે મતદારોને મતદાન કરવા માટે વધુ સમય ઊભું રહેવું ન પડે તે માટેની વ્યવસ્થાઓ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે.
પૈસા આપતા વીડિયો બાબતે સ્થાનિક કક્ષાએ તપાસ
મતદાન પ્રક્રિયા શરૂ થાય તેના ગણતરીના કલાકોમાં જ કરજણ વિધાનસભામાં પૈસા આપતા વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા. જે બન્ને વીડિયોને ધ્યાનમાં લઈને ડિઓ ઓફિસર પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. આમ સ્થાનિક કક્ષાએ તમામ ઘટનાઓની તપાસ ચાલુ રહી છે. જ્યારે તપાસ બાદ લેખિતમાં રિપોર્ટ રાજ્ય ચૂંટણીપંચ પાસે આવશે. જ્યારે લીંબડીના ગેડી ગામમાં પણ બોગસ વોટિંગ થયાની ફરિયાદ સામે આવી હતી. જેની તપાસ પણ મોરબી ડીઓ અધિકારીને કરી રહ્યા છે.
કેટલા EVM ખોટવાયા
રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીક્રિષ્નાએ જણાવ્યા હતું કે, વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીમાં 10 BU, 23 CU અને 70 VVPET બદલવામાં આવ્યા છે. મોકપોલ પછી 3 BU, 3 CU અને 32 VVPET બદલાયા છે. જ્યારે સૌથી વધુ લીંબડી વિધાનસભા ક્ષેત્રમાં EVM મશીનો બદલવામાં આવ્યા હતા. જ્યારે રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા 8 વિધાનસભા વિસ્તારના મતદારોને શાંતિપૂર્ણ મતદાન કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.