ETV Bharat / state

વડનગર આંતરરાષ્ટ્રીય મહોત્સવની ઉજવણી દર વર્ષે ત્રણ દિવસ કરવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા વિશ્વ મ્યુઝિયમ દિવસે 18 થી 20 મેના રોજ વડનગર આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સમાપન સમારોહમાં યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે દર વર્ષે 3 દિવસ સુધી વડનગર આંતરરાષ્ટ્રીય મહોત્સવની(Vadnagar International Festival)ઉજવણી કરવામાં આવશે.

વડનગર આંતરરાષ્ટ્રીય મહોત્સવની ઉજવણી દર વર્ષે ત્રણ દિવસ કરવામાં આવશે
વડનગર આંતરરાષ્ટ્રીય મહોત્સવની ઉજવણી દર વર્ષે ત્રણ દિવસ કરવામાં આવશે
author img

By

Published : May 20, 2022, 9:08 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૂળ વતન વડનગરને આંતરરાષ્ટ્રીય ફલક (Vadnagar International Festival)પર પહોંચાડવા માટે આર્કઓલોજી ઓફ ઇન્ડિયા દ્વારા(Archeology of India)વડનગરમાં જૂના સ્થાપત્યોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાચીન સમયના અનેક નકશા, મકાન પણ વિભાગને પ્રાપ્ત થયા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિશ્વ મ્યુઝિયમ દિવસે 18 થી 20 મેના રોજ વડનગર આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સમાપન સમારોહમાં યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે દર વર્ષે 3 દિવસ સુધી વડનગર આંતરરાષ્ટ્રીય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

વડનગર આંતરરાષ્ટ્રીય મહોત્સવ

આ પણ વાંચોઃ પુરાતત્વના ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી વધુ એક બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા

હવે થશે વિકાસ - વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં(Vadnagar International Conference) 18 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમા ભાઈ મોદી પણ હાજર રહ્યા હતા. ETV Bharat સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે વડનગરમાં પહેલા જૂના પુરાના મકાન ખાડાવાળા દોડ રસ્તાઓ હતા અને કોઇ પણ વિકાસ થયો ન હતો પરંતુ હવે વડનગરનો વિકાસ થઈ રહ્યો છે. આ કોન્ફરન્સ યોજાયા બાદ વિશ્વ ફલક પર વડનગરનું નામ ઓછું આવશે ત્યારે વડનગરમાં હવે રોજગારીનો વ્યાપ પણ વધશે અને મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થશે જે વડનગરને ફાયદાકારક રહેશે.

તાના રીરી મહોત્સવ નેશનલ કક્ષાએ થશે - કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન મીનાક્ષી લેખીએ વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં વડનગમાં યોજાનારા તાના રીરી મહોત્સવ( Tana Riri Mahotsav)હવે નેશનલ કક્ષાએ કરવાનું કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. આ માટે રાજ્ય સરકારની મદદથી આવનારા દિવસોમાં તાના રીરી મહોત્સવ રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવશે, ત્યારે સમાપન કાર્યક્રમ દરમિયાન યુવા સંસ્કૃતિ વિભાગના વડા અશ્વિની કુમારે જણાવ્યું હતું કે હવે દર વર્ષે 3 દિવસ સુધી વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે જ્યારે 2 દિવસ આંતરરાષ્ટ્રીય તાના રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવશે અને એક દિવસનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ PM મોદીના જન્મ સ્થળ વડનગરમાં બનશે ઐતિહાસિક સ્થળ, વિશ્વ સ્તરે બની રહેશે પ્રખ્યાત

વડનગરના લોકોને મળશે રોજગારી - યુવા સંસ્કૃતિ વિભાગના સચિવ અશ્વિની કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ 3 દિવસની કોન્ફરન્સમાં 6 જેટલા એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે જેમાં વડનગર અને ગુજરાતના સ્થાપત્યો બાબતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે જ્યારે વડનગર માં વધુ કામો થશે અને લોકો આવતા થશે ત્યારે વડનગર અને વડનગરના લોકોનો આર્થિક વિકાસ પણ થશે, રોજગારી માં પણ વધારો થશે જ્યારે દર વર્ષે જે રીતે કાશી મહોત્સવ અને અવધ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે હવે કેન્દ્ર સરકાર ની મદદથી વડનગર મહોત્સવ પણ ઉજવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.