ETV Bharat / state

Gandhinagar: USAના નાણાપ્રધાન જેનેટ યેલન, વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે - Award for Excellence

અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલન અને વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બાંગા 16 જુલાઈને રવિવારે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવાના છે. આ એ જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે કે જેને Prime Minister’s Award for Excellence in Public Administration એનાયત થયો હતો.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 15, 2023, 9:40 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશોના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે. G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે થઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો અભ્યાસ કરવા માટે USAના સેક્રેટરી ઓફ ટ્રેઝરી (નાણાંપ્રધાન) જેનેટ યેલન તેમજ વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા 16 જુલાઈ રવિવારના રોજ મુલાકાત લેવાના છે.

ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે

શિક્ષણક્ષેત્રે થઇ રહેલા પરિવર્તનથી અવગત: આ મુલાકાત દરમિયાન જેનેટ યેલન અને અજય બાંગાની ટીમ ગુજરાત સરકારના મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ- GOAL પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી વિશિષ્ટ કામગીરી તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી થઇ રહેલા ઓનલાઈન રીયલ ટાઇમ મોનીટરીંગની વિગતો મેળવશે અને તેનું નિદર્શન કરશે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને વર્લ્ડ બેંકની ટીમને ગુજરાતના શિક્ષણક્ષેત્રે થઇ રહેલા આમૂલ પરિવર્તનની ઉત્તમ વિગતોથી અવગત કરાવવામાં આવશે.

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ: ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં 6 વર્ષમાં આશરે 12,500 કરોડ એટલે કે 1.5 બિલિયન ડોલરના ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ 6 વર્ષમાં તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ મળી કુલ આશરે 40,000 મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ લાભાન્વિત કરવામાં આવશે. આ શાળાઓ પૈકી 20,000 શાળાઓને ઉત્કૃષ્ટ બનાવવા વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડી સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કરવામાં આવશે.

85%થી વધુ વિદ્યાર્થીઓને ફાયદો: આ શાળાઓમાં કુલ 50,000 નવા વર્ગખંડોનું નિર્માણ 1,50,000 વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા, 20,000 નવી કમ્પ્યુટર લેબ, 5,000 સ્ટેમ લેબ/ટીકરીંગ લેબ વિગેરેનું અમલીકરણ કાર્ય પ્રગતિમાં છે, જેના થકી 6 વર્ષમાં રાજ્યના 85%થી વધુ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.
8,300 કરોડથી વધુનું ફંડિંગ: ગુજરાતના આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા એક બિલિયન યુ.એસ. ડોલર એટલે કે લગભગ 8,300 કરોડથી વધુનું ફંડિંગ કરવામાં આવ્યું છે. વર્લ્ડ બેંક દ્વારા શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું ફંડિંગ 'મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ' માટે કરવામાં આવ્યું છે. તેમજ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) સમગ્ર વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમવાર આ પ્રકારનો પ્રોજેક્ટ ગુજરાતના શિક્ષણ વિભાગ સાથે કરી રહી છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર: વિદ્યા સમીક્ષા કેન્દ્રએ દેશનું સર્વપ્રથમ શાળા શિક્ષણ માટેનું રીયલ ટાઈમ, ઓનલાઈન સર્વગ્રાહી મોનીટરીંગ માટેનું કેન્દ્ર છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના દર વર્ષે લગભગ 500 કરોડ કરતાં વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓનો ધોરણ અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે.

Student Report Card આપનાર પ્રથમ રાજ્ય: વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રાજ્યના તમામ 1.15 કરોડ વિદ્યાર્થીઓની તેમજ તમામ 4 લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઑનલાઇન હાજરી નોંધવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે. આ પરિક્ષાઓના પરિણામ સ્વરૂપ દરેક વિષય અને દરેક વિદ્યાર્થી દીઠ Learning-Outcomes આધારીત Student Report Card આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ જેટલા Student Report Card આપવામાં આવ્યા છે.

PM મોદીએ લીધી હતી મુલાકાત: ગત એપ્રિલ 2022 દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્રના કામગીરીની વિસ્તૃત માહિતી લીધી હતી અને શાળાઓ અને વિદ્યાર્થીઓ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને ડીજીટલ લર્નિગ વિશે લાઇવ ઓનલાઇન સંવાદ પણ કર્યો હતો.

  1. Surat News: વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ 21મી નવેમ્બરથી કાર્યરત થશે, પીએમ મોદી કરી શકે છે લોકાર્પણ
  2. India China Trade: વર્ષો પછી ભારત-ચીન વચ્ચેના વેપારમાં ઘટાડો થયો, હાંફી રહ્યું ચીન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.