ETV Bharat / state

Union Budget 2022 : રાજય પ્રધાન જગદીશ પંચાલ અને બ્રિજેશ મેરજાએ બજેટને આવકાર્યું, શુ કહ્યું જાણો

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2022-23 નું કેન્દ્રીય બજેટ (Union Budget 2022) રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ (Jagdish Panchal on Budget) અને બ્રિજેશ મેરજાએ આવકાર્યું છે. જેમાં ગિફ્ટ સિટીમાં નાણાકીય ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ કોર્સ વિશે વાત કરી છે. તો બીજી તરફ આત્મનિર્ભર ભારત અંતર્ગત રોજગારી વિશે પણ વાત કરી છે.

Union Budget 2022 : રાજય પ્રધાન જગદીશ પંચાલ અને બ્રિજેશ મેરજાએ બજેટને આવકાર્યું, શુ કહ્યું જાણો
Union Budget 2022 : રાજય પ્રધાન જગદીશ પંચાલ અને બ્રિજેશ મેરજાએ બજેટને આવકાર્યું, શુ કહ્યું જાણો
author img

By

Published : Feb 2, 2022, 8:46 AM IST

ગાંધીનગર : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2022-23 નું કેન્દ્રીય બજેટ (Union Budget 2022) રજૂ કર્યું છે. ત્યારે કેન્દ્ર સરકારના બજેટને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ અને બ્રિજેશ મેરજાએ આવકાર્યું હતું. જ્યારે ગાંધીનગરના ગિફ્ટ સીટી (Budget for Gift City) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં ફાયનાન્સ ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ કોર્સ (Finance Technical and Management Course) પણ શરૂ કરવામાં આવશે.

રાજય પ્રધાન જગદીશ પંચાલ અને બ્રિજેશ મેરજાએ બજેટને આવકાર્યું

બજેટ અંગે રાજ્ય કક્ષાના ઉદ્યોગપ્રધાન જગદીશ પંચાલે શુ કહ્યું ??

કેન્દ્રીય બજેટ બાદ રાજ્ય કક્ષાના ઉદ્યોગપ્રધાન જગદીશ પંચાલએ (Jagdish Panchal on Budget) જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પેપરલેસ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં આવનારા 25 વર્ષની બ્લુ પ્રિન્ટ પણ જાહેર કરવામાં આવી છે. સૌથી વધુ ફોકસ ની વાત કરવામાં આવે તો વડાપ્રધાન ગતિશક્તિ પ્લાન્ટ પર ફોકસ કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીઝ (Budget 2022 Industries) માટે સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેટ ટેક્સ જે 12 ટકા હતો તે 7 ટકા લેવામાં આવશે જેથી સહકારી સંસ્થાઓને ફાયદો થશે. અત્યારે લેન્ડ રેકોર્ડ અને યુનિક આઈડી પણ તૈયાર કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદીનું વિઝન ક્લિયર છે. અને આ વખતથી જ સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ઉદ્યોગો મશીનરીનું (Budget for Private Businesses) ઉત્પાદન કરી શકે તે રીતનું આયોજન પણ બજેટમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat In Union Budget 2022 : બજેટમાં નદીઓને જોડવાની મોટી યોજનાઓમાં ગુજરાતની 3 નદીઓ શામેલ

પંચાયત વિભાગમાં યુવાઓને ફાયદો થશે

રાજ્યકક્ષાના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ (Brijesh Merja on Budget) કેન્દ્રીય બજેટ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજના બજેટમાં વાઈબ્રન્ટ અને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સરકારના બજેટમાં ગ્રામીણમાં આવાસ યોજના ની મોટી ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરનું ઘર મળે તે રીતનું આયોજન પણ બજેટમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કૌશલ્ય વિકાસ માં ઉદ્યોગો સાથે ભાગીદારીમાં યુવાનોનું કૌશલ્યવર્ધન તેને પણ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્યારે સ્ટાર્ટ અપમાં વિવિધ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. અને કેન્દ્ર સરકારના બજેટને કારણે રાજ્યની 500 જેટલી RTIમાં જરૂરી અભ્યાસક્રમમાં વિવિધતા પણ લાવવામાં આવશે. તો સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સેવાઓ વધુ સઘન બનાવવામાં આવશે જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરે બેઠા જ સરકારની અનેક યોજનાઓ ની સુવિધા મેળવી શકે. આત્મનિર્ભર ભારતમાં 16 લાખ જેટલી રોજગારી (Employment in the Central Budget) ઊભી કરવામાં આવશે સાથે જ ગુજરાતમાં જે બે ટકા બેરોજગારી છે તે પણ ઘટશે.

આ પણ વાંચોઃ GIFT International Arbitration Center : કેન્દ્રીય બજેટ 2022માં થયેલી ગાંધીનગર ગિફ્ટ સિટીને લગતી મહત્ત્વની જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.