ETV Bharat / state

વિસનગરના હીરાના વેપારીઓને નડ્યો અકસ્માત, 3ના મોત

ગાંધીનગર: આજ કાલ સમગ્ર રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે માણસા નજીક આવેલા બોરૂ ગામના પાટિયા પાસે વિસનગરના હીરાના વેપારીઓને અકસ્માત નડ્યો હતો. કારને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે વેપારીઓના મોત થયા છે. જ્યારે કાર ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

વેપારીઓનો અકસ્માત
author img

By

Published : Jul 29, 2019, 5:03 PM IST

આ બનાવથી આજૂબાજૂના વિસ્તારમાંથી ટોળે-ટોળા એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ વિસનગરમાં થયેલા કાર અકસ્માતમાં હીરાના કારખાના ચલાવતા ચાર વેપારીઓ દર રવિવારે અમદાવાદ ખાતે પોતાના કામ અર્થે જતા હતા. પોતાનું કામ પુરૂં કરીને સોમવારની વહેલી સવારે ત્રણ કલાકની આસપાસ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની કારમાં માણસા પાસેના બોરૂ ગામ પાસે પહોંચતા જ અકસ્માત થયો હતો.

વિસનગરના હીરાના વેપારીઓને નડ્યો અકસ્માત

કાર ઓવરટ્રેક કરવા જતાં પાછળથી પુર ઝડપે આવી રહેલી કારને ટક્કર મારતાં સામેથી આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં અલ્પેશ અને નિખિલ નામના બે વેપારીઓના મોત ઘટનાસ્થળે જ નિપજ્યા હતા. જ્યારે ડ્રાઇવર જીગર ગોસ્વામીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેમાં એક વેપારીની સ્થિતિ અત્યંત નાજૂક જાણવા મળી રહી છે, અન્ય એક વેપારીને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

Intro:હેડિંગ) વિસનગરના હીરાના વેપારીઓની કારને બોરુ પાસે નડ્યો અકસ્માત : 3ના મોત 1 ગંભીર

ગાંધીનગર,

માણસા પાસે આવેલા બોરુ ગામના પાટિયા પાસે આજે પરોઢીયાના સમયમાં વિસનગરના હીરાના વેપારીઓની કારને અકસ્માત નડ્યો હતો. ઓવરટેક કરવા જતા અકસ્માત નડતા બનાવસ્થળે જ બે વેપારીના મોત થઈ ગયા હતા. જ્યારે કારના ડ્રાઇવરનું પણ બનાવ સ્થળે મોત થઇ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતકોની ડેડબોડીને બે કાર સામસામે બાંધીને અંદરથી કાઢવામાં આવી હતી. આ બનાવની જાણ થતા આજુબાજુમાંથી ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.Body:મળતી માહિતી મુજબ વિસનગરમાં હીરાના કારખાના ચલાવતા ચાર વેપારીઓ દર રવિવારે અમદાવાદ ખાતે પોતાના કામ અર્થે જતા હતા. ત્યારે નિત્યક્રમ મુજબ ગઈકાલે રવિવારે વેપારીઓ ભાડેથી ઇકો કાર કરીને અમદાવાદ ગયા હતા. જયાં પોતાનું કામ પતાવીને સોમવારની વહેલી પરોઢે ત્રણ વાગ્યાના અરસામાં પરત થઇ રહ્યા હતા. તે દરમિયાન તેમની કાર માણસા પાસેના બોરુ ગામ પાસે પહોંચતા જ અકસ્માત થયો હતો. ઓવરટ્રેક કરવા જતા રોડ વચ્ચે પડી રહેલી એક ટ્રકને જોતા તેમણે ઓવરટેક કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. પરંતુ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે ઇકો કારને ટક્કર મારતા સામેથી આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં અલ્પેશ અને નિખિલ નામના બે વેપારીના બનાવ સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે ડ્રાઇવર જીગર ગોસ્વામીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.Conclusion:બોરુ ગામના પાટિયા પાસે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે બે કારને અલગ કરવા માટે દોરડાથી બાંધીને ખેંચવી પડી હતી. ત્યારબાદ અંદર રહેલા બે વેપારીના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. જ્યારે ઇકો કારના ચાલક સહિત અન્ય બે વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વેપારીની સ્થિતિ અત્યંત નાજૂક જાણવા મળી રહી છે. જ્યારે અન્ય એક વેપારીને સામાન્ય ઈજાઓ થઈ હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.