ETV Bharat / state

Gujarat Cabinet Meeting : મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે - Gujarat Cabinet Meeting

દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર કેબિનેટ બેઠકનું આયોજન કરતી હોય છે. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાને કારણે કેબીનેટ બેઠક મંગળવારે સવારે 10 કલાકે યોજવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 6:42 PM IST

ગાંધીનગર : રાજ્યમાં આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. નવલી નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે, ગુજરાતના તમામ મોટા શહેરો અને જિલ્લામાં ભારે ઉલ્લાસ અને હર્ષ સાથે નવલી નવરાત્રીની 15 ઓક્ટોબરના દિવસે શરૂઆત થશે. ત્યારે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા, ખૈલૈયાની સરક્ષા, પૂરતો પોલીસ બંદોબસ્ત સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

મહત્વની બાબતો પર ચર્ચાઓ થશે : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના પાંચથી છ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ગુજરાત સરકારમાં ખાલી પડી રહેલ સરકારી ખાલી જગ્યાઓમાં ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારે હાથ ધરી છે. તમામ વિભાગોને ખાલી જગ્યાઓ બાબતની સૂચનાઓ પણ આપવામાં આવી છે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા આ પ્રોજેક્ટને હાથ ઉપર લેવામાં આવ્યો છે અને કયા વિભાગમાં કેટલી કેટલી જગ્યાઓ ખાલી છે તે બાબતે પણ ખાસ ચર્ચા થઈ શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર હજારોની સંખ્યામાં ભરતી પ્રક્રિયાની જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ છે.

પ્રજાલક્ષી કાર્યક્રમનું આયોજન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અને બુધવારે છોટાઉદેપુરમાં 5,300 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે હજુ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવશે, તેમ તેમ ગુજરાતના અલગ અલગ ઝોન અને જિલ્લાઓમાં પણ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતામુહુર્ત માટે રાજ્ય સરકાર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી શકે છે. હવે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ કે કયા લોકાર્પણ કરવા લાયક છે, તે તમામ બાબતની સમીક્ષા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

  1. Gujarat Cabinet Meeting: 206 જળાશયોમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો, 161 ચેકડેમના કામ પ્રગતિ હેઠળ
  2. Gujarat Cabinet meeting: ગુજરાત સરકાર બનાવશે વિકાસનો રોડ મેપ, 2033 સુધીનું ભરતી કેલેન્ડર તૈયાર થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.