સુરેન્દ્રનગરના એક સેન્ટર પર શીલ ખુલેલુ આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આજે હોવાથી બિન સચિવાલની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના સેન્ટરો બદલવા પડ્યા હતાં. જેને લઇને વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા હતાં.
ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું હતું કે, બિનસચિવાલયની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે. જે સેન્ટરો બદલવા પડ્યા છે. તેવા વિદ્યાર્થીઓને 20 મીનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ તેવા વિદ્યાર્થીઓ માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સેન્ટર બદલ્યા હોવાની માહિતી વિદ્યાર્થીઓને મેસેજ કરીને તેમજ અખબારોમાં જાહેરાત આપીને આપવામાં આવી હતી. આ ઉપરાંત સેન્ટર બહાર એક બોર્ડ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના પર પ્રતિક્રિયા આપતા અશિત વોરાએ જણાવ્યું હતું કે, શિક્ષક દ્વારા ભૂલથી કવર ખૂલી જતા આ પ્રકારની ઘટના બની હતી. પણ જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવતા પરીક્ષા ફરી શરૂ કરાવવામાં આવી હતી. પરીક્ષા બાદ જવાબ વહી કી મુકવાને લઈને કહ્યું કે, 24 કલાકની અંદર જવાબવહી કી મૂકી દેવામાં આવશે.