ગાંધીનગરઃ રાજ્યમાં લોકડાઉનના કારણે પશુઓ માટે લીલો ઘાસચારો મળી શકતો નથી, ત્યારે રાજ્ય સરકારે એપ્રિલ મહિનામાં પશુ દીઠ જે સહાય જાહેર કરી હતી. તેવી જ રીતે હવે મે મહિનામાં પણ રજિસ્ટર ગૌશાળાઓને પશુ દીઠ 25 રૂપિયા સહાયની જાહેરાત કરી છે.
જ્યારે રાજ્યના ગરીબ પરિવારોને મે મહિનામાં ફરીથી વિનામૂલ્ય રાસન આપવાની જાહેરાત પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે કરી હતી.
![state government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7222998_591_7222998_1589629163508.png)
અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં રજીસ્ટર ગૌશાળાઓને પશુ દીઠ 25 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આમ કુલ 4 લાખ જેટલા પશુઓ માટે રાજ્ય સરકારને 30થી 35 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ ઉપરાંત NFSC પરિવારોને મે મહિનામાં ફરીથી રાસન વિતરણ યોજવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં 3.40 લાખ પરિવારો એવા છે કે તોએ BPL છે. પણ N.F.S.A. માં નોંધાયેલા નથી તેવા પરિવારોને જ રાશન કીટ આપવામાં આવશે. જ્યારે અમદાવાદમાં અત્યારે APLકાર્ડ ધારકોને વિતરણ શરૂ કરવાનો હોવાથી BPL કાર્ડ ધારકોને માટેની તારીખ પછી જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં વધતા 7 દિવસ માટે લોકડાઉન સાથે શટડાઉન કરવામાં આવ્યું હતું, ત્યારે ફરીથી મેડિકલ શાકભાજી અને જીવન જરૂરિયાતની દુકાનો ખુલતાની સાથે જ સ્કુલ 30,000 જેટલા ઓર્ડર ઓનલાઇન મળ્યા હતા. જેમાં 8.50 કરોડનું ઓનલાઈન પેમેન્ટ અમદાવાદીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.