ETV Bharat / state

રાજ્ય સરકાર સાંજ સુધી ફટાકડા બાબતે નિર્ણય કરશે : નીતિન પટેલ

નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલ દ્વારા દેશના તમામ રાજ્યોને ફટાકડા ફોડવા કે નહીં ફોડવા બાબતે ખાસ નોટીસ મોકલવામાં આવી છે. જે બાબતે રાજ્ય સરકારે નિર્ણય લે તેવો પણ નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે હજૂ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લીધો નથી, જ્યારે આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર સત્તાવાર નિર્ણય લે તેવી જાહેરાત કરશે તેવુ નિવેદન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું છે.

નીતિન પટેલ
નીતિન પટેલ
author img

By

Published : Nov 9, 2020, 3:43 PM IST

  • નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલની નોટિસ મુદ્દે સરકારે સાંજ સુધીમાં નિર્ણય કરશે
  • હજૂ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
  • ગુજરાતને વધારે ફર્ક નહીં પડે
  • વધુ પ્રદુષણ ધરાવતા શહેરોમાં પ્રતિબંધ લાગશે

ગાંધીનગર : નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલ દ્વારા દેશના તમામ રાજ્યોને ફટાકડા ફોડવા કે નહીં ફોડવા બાબતે ખાસ નોટીસ મોકલવામાં આવી છે. જે બાબતે રાજ્ય સરકારે નિર્ણય લે તેવો પણ નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે હજૂ સુધી સત્તાવાર કોઈ જ નિર્ણય લીધો નથી. જ્યારે આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર સત્તાવાર નિર્ણય લઈને જાહેરાત કરશે તેવુ નિવેદન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું હતું.

વિજય રૂપાણી
નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલ નોટિસ મુદ્દે સરકારે સાંજ સુધીમાં નિર્ણય કરશે

અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરો પર લાગુ થઈ શકે પ્રતિબંધ

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલની નોટીસ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે શહેરોમાં વધુ પ્રદૂષણ છે તેવા શહેરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાં વધુ પ્રદૂષણ તથા પ્રદૂષણના આંકડાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે. આમ રાજ્યના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પ્રદૂષણને કારણે કદાચ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગી શકે છે.

નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલ
વધુ પ્રદુષણ ધરાવતા શહેરોમાં પ્રતિબંધ લાગશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથે બેઠક યોજી

નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલની નોટીસ બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ખાસ ઉચ્ચ બેઠક યોજીને રાજ્યના કયા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ છે, તે અંગેની ચર્ચા કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે, ત્યારે હવે દિવાળીના ગણતરીના દિવસો જ બાકી છે. જે દરમિયાન રાજ્ય સરકાર ગમે તે સમયે વધુ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કરી શકે છે. આ પ્રતિબંધનું કઈ રીતે જાહેર કરવું અને તેનું પાલન કઈ રીતે કરવું તે બાબતે પણ વધુ ગૃહ વિભાગ સાથે ચર્ચા થઇ હોવાનું સામે આવી રહ્યું છે.

રાજ્ય સરકાર સાંજ સુધી ફટાકડા બાબતે નિર્ણય કરશે : નીતિન પટેલ

કોવિડ 19ને કારણે મૂકવામાં આવશે પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, ફટાકડા ફોડવાના કારણે પ્રદુષણ ફેલાય છે અને વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસ પણ રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસ હવાથી પણ ફેલાતો હોવાને કારણે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્ય સરકારના નિર્ણયથી ફટાકડાના વેપારીઓ અસમંજસની સ્થિતિમાં

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફટાકડા પર પ્રતિબંધ મૂકવો કે નહીં તેના પર હજૂ સુધી કોઈ લીધો નથી, ત્યારે અત્યારે ફટાકડાના વેપારીઓમાં પણ અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે અત્યારે વર્તમાન સમયમાં મોંઘવારીના માર ઉપરાંત ફટાકડા પર પ્રતિબંધ આવશે, તો ફટાકડાના વેપારીઓને મોટુ નુકસાન વેઠવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.