રાજ્યમાં એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 23.26 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી.
કુલ 9 જિલ્લાના 115 ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલી મગફળી ભીની થઈ ગઈ હતી. રાજ્ય સરકારે હવે ખેડૂતોને ધ્યાનમાં લઈને જે ખેડૂતોની મગફળી 8 ટકા જેટલી ભીની હશે તો પણ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આ માટે ખેડૂતોને ખાસ 18 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી આવી 8 ટકા સુધી ભીની મગફળી ખરીદવામાં આવશે. આમ રાજ્ય સરકારે ભીની મગફળી ખરીદવા માટે ખાસ 5 દિવસની અલગ ફાળવણી કરવામાં આવી છે.