- રાજ્યમાં ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર
- 15 થી 17 એપ્રિલ વચ્ચે યોજાશે પ્રેક્ટિકલ પરીક્ષા
- રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
ગાંધીનગરઃ કોરોના બાદ રાજ્યની શાળાઓ શરૂ થઇ નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટના આ નિર્ણય લીધા પ્રમાણે ધોરણ 9થી 12ના વર્ગો અને કોલેજના પ્રથમ અને અંતિમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા મેમહિનામાં શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે હવે ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ પણ આજે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી હતી. જે 15 એપ્રિલથી 17 એપ્રિલ વચ્ચે પરીક્ષા યોજવામાં આવશે.
15 એપ્રિલના દિવસે પરીક્ષા શરૂ થશે
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 15 એપ્રિલથી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 10ના બે મરજીયાત વિષયની પરીક્ષા શાળા ખાતે જ લેવાની રહેશે આમ 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી રાજ્યની શાળાઓએ ધોરણ 10ની પ્રાયોગિક પરીક્ષાઓ પૂર્ણ કરી દેવાની રહેશે. જ્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓના પરીક્ષાના માર્ક પણ મુકવામાં આવશે.
કોરોનાના નિયમો અનુસરવા પડશે
શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે અને પ્રેક્ટિકલ પરીક્ષા યોજવાની જે સૂચના આપવામાં આવી છે. તેમાં કોરોનાના નિયમો પણ અમલી કરવાના રહેશે. તમામ શાળાઓએ વિદ્યાર્થીઓ શિક્ષકો અને નોન ટીચીંગ સ્ટાફે ફરજિયાતમાં રહેવું પડશે, સામાજિક અંતર જાળવવુ પડશે અને વારંવાર સેનેટાઇઝ પણ કરવું પડશે.
ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષાનુ આયોજન
આમ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત બે દિવસની અંદર જ પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત જે ફરજિયાત વિષય ધોરણ 10માં છે. તેની પરીક્ષા પણ સ્થાનિક કક્ષાએ જે તે શાળામાં જ લેવામાં આવશે.